આ 4 રુટ પર દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ, PM મોદીએ બતાવી લીલી ઝંડી; જુઓ વીડિયો

આ 4 રુટ પર દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ, PM મોદીએ બતાવી લીલી ઝંડી; જુઓ વીડિયો

11/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ 4 રુટ પર દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ, PM મોદીએ બતાવી લીલી ઝંડી; જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને 4 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ આપી. વારાણસી-ખજુરાહો, લખનૌ-સહારનપુર, ફિરોઝપુર-દિલ્હી અને એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર દોડતી આ ટ્રેનોનું ઉદ્ઘાટન  વડાપ્રધાન મોદીએ પોતે લીલી ઝંડી આપીને કર્યું. તેમણે જેવી જ લીલી ઝંડી બતાવી સ્ટેશન પર મુસાફરોએ ‘હર હર મહાદેવના નારા સાથે ઉત્સવનો માહોલ સર્જી દીધો.


આ ટ્રેનો સીમાચિહ્નરૂપ સાબિત થશે: PM મોદી

આ ટ્રેનો સીમાચિહ્નરૂપ સાબિત થશે: PM મોદી

વડાપ્રધાન મોદી વારાણસી રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો અને સામાન્ય જનતા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્ટેશન પરિસર ‘હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યું. રેલ્વે સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓએ પણ સુગમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘વિશ્વભરના વિકસિત દેશોમાં આર્થિક વિકાસનું એક મોટું કારણ માળખાગત સુવિધાઓ છે. જે દેશોમાં ખૂબ પ્રગતિ અને વિકાસ થયો છે, ત્યાં માળખાગત સુવિધાઓનો વિકાસ તેમની પ્રગતિ પાછળ એક મુખ્ય પરિબળ રહ્યું છે. કેટલા એરપોર્ટ બન્યા, કેટલી વંદે ભારત ટ્રેનો ચાલી, આ બધી બાબતો વિકાસ સાથે જોડાયેલી છે. વિદેશી પ્રવાસીઓ પણ હવે વંદે ભારત જોઈને આશ્ચર્યચકિત થાય છે. આ ટ્રેનો સીમાચિહ્નરૂપ સાબિત થશે.


વંદે ભારત ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવેલી ટ્રેન

વંદે ભારત ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવેલી ટ્રેન

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે, ભારત પણ આ માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં દેશના વિવિધ ભાગોમાં નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર, ચિત્રકૂટ અને કુરુક્ષેત્ર જેવા ઘણા તીર્થસ્થળો આપણી આધ્યાત્મિક યાત્રાના કેન્દ્રો છે. આજે, જ્યારે આ પવિત્ર સ્થળોને વંદે ભારત નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતની સંસ્કૃતિ, શ્રદ્ધા અને વિકાસ યાત્રાને એકીકૃત કરવામાં આવી છે. ભારતના વારસાગત શહેરોને દેશના વિકાસના પ્રતીકો બનાવવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.’

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. વંદે ભારત ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવેલી ટ્રેન છે અને દરેક ભારતીયને તેના પર ગર્વ છે. આજે, જેમ-જેમ ભારતે વિકસિત ભારત માટે તેના સંસાધનોને સુધારવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, આ ટ્રેનો તેમાં એક સીમાચિહ્નરૂપ બનવા જઈ રહી છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top