EDની મોટી કાર્યવાહી, સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડની સંપત્તિ જપ્ત; જાણો શું છે આખો મામલો

EDની મોટી કાર્યવાહી, સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડની સંપત્તિ જપ્ત; જાણો શું છે આખો મામલો

11/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

EDની મોટી કાર્યવાહી, સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડની સંપત્તિ જપ્ત; જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનની કુલ 11.14 કરોડ રૂપિયા ની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં સુરેશ રૈનાના નામે 6.64 કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ રોકાણો અને શિખર ધવનના નામે 4.5 કરોડ રૂપિયાનીની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે.


શું મામલો છે?

શું મામલો છે?

EDની તપાસ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet સંબંધિત અનેક રાજ્યોમાં પોલીસ દ્વારા દાખલ કરાયેલી FIR પર આધારિત છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 1xBet અને તેની સરોગેટ બ્રાન્ડ્સ- 1xBat અને 1xBat સ્પોર્ટિંગ લાઇન્સ- ભારતમાં પરવાનગી વિના ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારને પ્રોત્સાહન આપી રહી હતી. ED અનુસાર, રૈના અને ધવને વિદેશી કંપનીઓ સાથે મળીને આ પ્લેટફોર્મનો પ્રચાર કર્યો અને તેમને વિદેશી રસ્તાઓ દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી. આ પૈસા ગેરકાયદેસર સટ્ટાબાજી દ્વારા કમાયા હતા, અને તેની સાચી ઓળખ છુપાવવા માટે જટિલ વ્યવહારો કરવામાં આવ્યા હતા.

તપાસમાં ખુલાસો થયો કે...

1xBet ભારતમાં હજારો નકલી (મ્યૂલ) બેંક ખાતાઓ દ્વારા નાણાં વ્યવહારો કરી રહ્યું હતું.

અત્યાર સુધીમાં 6,000થી વધુ નકલી ખાતાઓ ઓળખવામાં આવ્યા છે.

આ ખાતાઓ દ્વારા સટ્ટાબાજીની રકમને અલગ-અલગ પેમેન્ટ ગેટવેથી પસાર થઈને અસલી સ્ત્રોત છુપાવવામાં આવ્યા.

તપાસમાં જાણવા મળ્યું કે ઘણા પેમેન્ટ ગેટવે વિના KYC ચકાસણી વિના વેપારીઓને જોડતા હતા.

કુલ મની લોન્ડરિંગ ટ્રેલ 1,000 કરોડથી વધુ છે.


EDની કાર્યવાહી

EDની કાર્યવાહી

EDએ આ કેસમાં 4 પેમેન્ટ ગેટવે પર દરોડા પાડ્યા હતા અને 60થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે. અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ફ્રીઝ કરવામાં આવ્યા છે. EDએ જાહેર જનતાને કોઈપણ પ્રકારના ઓનલાઈન સટ્ટાબાજી અથવા જુગાર પ્રમોશન અથવા રોકાણથી દૂર રહેવા ચેતવણી આપી છે. EDએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર માત્ર નાણાકીય નુકસાન જ નહીં, પરંતુ મની લોન્ડરિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપે છે. લોકોને કોઈપણ શંકાસ્પદ ઓનલાઈન જાહેરાતો અથવા વ્યવહારોની તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા EDને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top