નેપાળની જેમ પાકિસ્તાનમાં GEN-Z વિરોધ પ્રદર્શન, જાણો સરકાર વિરુદ્ધ કેમ ઉતર્યા યુવાનો; જુઓ વીડિયો
નેપાળની જેમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં પણ Gen-Z વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. એક મહિનામાં આ બીજી મોટી અશાંતિ જોવા મળી રહી છે. આ વખતે વિદ્યાર્થીઓ અને GEN-Z દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી ફી અને પરીક્ષાના પરિણામોને લઈને કેમ્પસમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, પરંતુ ધીમે-ધીમે શાહબાઝ શરીફની સરકાર અને પાકિસ્તાનની લશ્કરી સ્થાપના સામે એક મોટા બળવામાં ફેરવાઈ ગયા.
અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં મુઝફ્ફરાબાદમાં આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટી (UAJK)માં વિરોધ પ્રદર્શનોની તાજેતરની લહેર શરૂ થઈ. વિદ્યાર્થીઓએ શરૂઆતમાં અતિશય ફી વધારા અને પરીક્ષાના પરિણામોમાં વિસંગતતાઓ સામે રેલી કાઢી હતી.કહેવામા આવી રહ્યું છે કે, પ્રથમ વર્ષના ઇન્ટરમીડિયેટ પરિણામો જાહેર કરવામાં 6 મહિનાના વિલંબથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નારાજ થયા. ઘણા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કારણ વિના રીતે ઓછા ગુણ આપવામાં આવ્યા, જ્યારે અન્યને એવા વિષયોમાં પાસ કરી દેવામાં આવ્યા, જેમને ક્યારેય પરીક્ષા આપી જ નથી.
#BREAKING: Chaos in PoK, Bullets fired during student protests, arson and vandalism reported in several places. Issue behind the university students' protests: Lack of transportation, dire state of hospitals, and continuously rising university fees, against which students… pic.twitter.com/vMCpfoIdEE — OSINT Spectator (@osint1117) November 4, 2025
#BREAKING: Chaos in PoK, Bullets fired during student protests, arson and vandalism reported in several places. Issue behind the university students' protests: Lack of transportation, dire state of hospitals, and continuously rising university fees, against which students… pic.twitter.com/vMCpfoIdEE
જોકે તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી, પરંતુ જ્યારે સરકારે તેમની ઉત્તરવહીઓની ફરીથી તપાસ કરવા માટે 1,500 ફી લાદી ત્યારે વિદ્યાર્થીઓ વધુ ગુસ્સે થયા. શરૂઆતમાં વિદ્યાર્થીઓનો ગુસ્સો નબળી શિક્ષણ વ્યવસ્થા સુધી મર્યાદિત હતો, પરંતુ ધીમે-ધીમે તેમાં જર્જરિત માળખાકીય સુવિધાઓ, નબળી આરોગ્ય સેવાઓ અને પરિવહનનો અભાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ ગયો.
અહેવાલો અનુસાર, શિક્ષણ આધારિત આંદોલનમાં ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ ગયો. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદો છે. સરકાર દ્વારા આ મુદ્દાઓને સતત અવગણવામાં આવ્યા છે. વિરોધ સ્થળ પર ગોળીબારની ઘટનામાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા બાદ વિરોધ પ્રદર્શન વધુ વકરી ગયું હોવાનું માનવામાં આવે છે. એવો આરોપ છે કે રાજા મામુન ફહાદ નામના વ્યક્તિએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો. એવું કહેવાય છે કે આ ઘટના પોલીસ અધિકારીઓની હાજરીમાં બની હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp