નામ આગળ ડૉક્ટર નહીં લગાવી શકે ફિઝિયોથેરાપિસ્ટ, સરાકરે જાહેર કર્યો આદેશ
બીમારીની સારવાર કરનારા બધા લોકોને આપણે ડૉક્ટર કહીએ છીએ, પરંતુ હવે નિયમો બદલાઈ ગયા છે. કોણે પોતાના નામ આગળ ડૉક્ટર લગાવવું જોઈએ અને કોણે નહીં, તેનું કડક પાલન કરવામાં આવશે. હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડૉક્ટર શબ્દનો ઉપયોગ નહીં કરી શકે.
આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે એક આદેશ જાહેર કર્યો છે, જેના હેઠળ ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડૉક્ટર શબ્દનો ઉપયોગ નહીં શકે. આ અંગે, આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) ડૉ. સુનિતા શર્માએ જણાવ્યું હતું કે, હવેથી માત્ર મેડિકલ ડૉક્ટર જ પોતાના નામની આગળ ડૉક્ટર લગાવી શકશે. ફિઝિયોથેરાપિસ્ટને આ શીર્ષકનો ઉપયોગ કરવાની મંજૂરી નથી, કારણ કે તે દર્દીઓ અને સામાન્ય લોકોમાં મૂંઝવણ પેદા કરે છે અને તેનાથી 'ક્વેકરી' (નકલી સારવાર)ને પ્રોત્સાહન મળી શકે છે.
DGHSએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તેમના નામ આગળ ‘ડૉ’ અને ‘PT’ લગાવવાના સંબંધમાં નિયામકમંડળને ઇન્ડિયન એસોસિએશન ઑફ ફિઝિકલ થેરાપી એન્ડ રિહેબિલિટેશન (IAPMR) સહિત વિવિધ સંગઠનો તરફથી અનેક મેમોરેન્ડમ અને સખત આપત્તિઓ મળી છે. IAPMR દ્વારા ઉઠાવવામાં આવેલી અપટ્ટીઓનો સંદર્ભ આપતા DGHSએ જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ તબીબી ચિકિત્સકના રૂપમાં તાલીમ પામેલા નથી, એટલે તેમણે ‘ડૉ’નો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તે દર્દીઓ અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે, જે સંભવિત રીતે છેતરપિંડી તરફ દોરી જાય છે.
ફિઝિયોથેરાપિસ્ટને પ્રાથમિક સારવાર આપવાની મંજૂરી ન આપવી જોઈએ અને માત્ર રેફર કરાયેલા દર્દીઓની જ સારવાર કરવી જોઈએ, કારણ કે તેમણે આવી તબીબી સ્થિતિઓની સારવાર કરવા માટે તાલીમ આપવામાં આવતી નથી, જે અયોગ્ય ફિઝિયોથેરાપી હસ્તક્ષેપથી વધુ ખરાબ થઈ શકે છે.
પત્રમાં આગળ જણાવાયું છે કે,’પટના હાઈકોર્ટ, તમિલનાડુ મેડિકલ કાઉન્સિલ, બેંગ્લોર કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટે પહેલાથી જ ચુકાદો આપ્યો છે કે જો કોઈ ફિઝિયોથેરાપિસ્ટ મેડિકલ રજિસ્ટ્રેશન વિના ડૉ. શીર્ષકનો ઉપયોગ કરે છે, તો તે ગેરકાયદેસર છે.
ડૉ. સુનિતા શર્માએ એવી પણ વિનંતી કરી છે કે, NCAHP દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નવા ફિઝિયોથેરાપી અભ્યાસક્રમ 2025માં ડૉ. શીર્ષકનો પ્રયોગ ન કરવામાં આવે, તેના બદલે ફિઝિયોથેરાપિસ્ટ જેવા સ્પષ્ટ અને સન્માનજનક શીર્ષકનો ઉપયોગ કરવો જોઈએ, જેથી દર્દીઓને કોઈ મૂંઝવણ ન થાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp