શું માથું દુ:ખાવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? અને દવાઓ લેવી નથી? તો આ રહ્યો અસરકારક ઉપાય! થશે

શું માથું દુ:ખાવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? અને દવાઓ લેવી નથી? તો આ રહ્યો અસરકારક ઉપાય! થશે અનેક ફાયદા!

08/28/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું માથું દુ:ખાવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? અને દવાઓ લેવી નથી? તો આ રહ્યો અસરકારક ઉપાય! થશે

ભારતીય તેજાનાઓમાં પોષક તત્વોથી ભરપુર અને અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ એટલે લવિંગ. મોટાભાગના દરેક ભારતીય રસોઈમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય જ્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે લવિંગનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થાય  છે. ઉપરાંત લવિંગ શરદી અને ઉધરસથી પણ રાહત અપાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, લવિંગ માથાના દુ:ખાવાથી પણ રાહત અપાવી શકે છે? જો તમને સતત માથામાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હોય અથવા અવારનવાર માથું દુખતું હોય ત્યારે કાયમની દવાઓ લેવા કરતાં એક વખત લવિંગનો આ ઉપાય ટ્રાય કરી જુઓ. લવિંગ તમારા માથાના દુ:ખાવાને અસરકારક રીતે દૂર કરી દેશે.


ઔષધીય ગુણોથી ભરપુર લવિંગ

ઔષધીય ગુણોથી ભરપુર લવિંગ

દરેક ભારતીય રસોડામાં જોવા મળતા લવિંગને આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગ અલગ અલગ પ્રકારના ઔષધીય ગુણોથી ભરપુર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. લવિંગ ખાવાથી જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા લવિંગનું પાણી પણ આપી શકે છે. આમ તો લવિંગની તાસીર ગરમ હોય છે, તેથી ઠંડકવાળા વાતાવરણમાં લવિંગ વધારે ફાયદો કરે છે.

જ્યારે ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે અલગ અલગ બીમારીઓ પણ ઝડપથી ફેલાતી હોય છે. આ પરિસ્થિતિમાં લવિંગનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં માત્ર બે લવિંગ ઉકાળીને એ પાણી પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે, અને શરદી ઉધરસ જેવા સંક્રમણથી પણ બચી શકાય છે.


માથાનો દુખાવો દૂર કરવાનો ઉપાય

માથાનો દુખાવો દૂર કરવાનો ઉપાય

હવે માથાના દુખાવાની વાત કરીએ તો માથું દુ:ખવાના જુદા જુદા કારણો હોય શકે છે. ઘણીવાર ઊંઘ પૂરી ન થઈ હોય તો માથું દુ:ખે છે. તો કેટલીક વખત સ્ટ્રેસના કારણે માથું દુખતું હોય છે. કોઈપણ કારણસર માથામાં દુખાવો રહેતો હોય પણ જો લવિંગનું પાણી પીવામાં આવે તો તેનાથી તુરંત આરામ મળી શકે છે. ઘણા લોકોને સવારના સમયે માથું ભારે રહેતું હોય છે જો આવું રોજ સવારે થતું હોય તો રાત્રે એક ગ્લાસ પાણીમાં બે લવિંગ પલાળી દેવા. સવારે આ પાણીને હૂંફાળું ગરમ કરી પી લેવું.

આ રીતે લવિંગનું પાણી પીવાથી માથાના દુ:ખાવાથી લઈને ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. રોજ સવારે ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરવામાં મદદ રહે છે. આયુર્વેદ અનુસાર, લવિંગમાં એવા ગુણો રહેલા છે જે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Sidhi Khabar તેની પુષ્ટિ કરતું નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top