આ દેશના વૈજ્ઞાનિકોએ માત્ર ૩ મિનીટમાં જોડી દીધું ફ્રેક્ચર થયેલું હાડકું, એ પણ સર્જરી વગર! જાણો કઈ રીતે?
આમ તો હાડકામાં ફ્રેકચર થવું સામાન્ય વાત છે. કોઈ પણ દુર્ઘટના દરમિયાન કે ક્યાય પણ પડવા વાગવાથી આ ફ્રેક્ચર થઈ શકે છે. મોટાભાગની સ્થિતિમાં હાડકાના આ ભંગાણને જોડવા માટે સર્જરી અથવા તો પ્લાસ્ટર કરાવવું પડે છે. અને આ પ્રોસેસ પછી પણ હાડકું જોઈન્ટ થવામાં એક થી 2 મહિના લાગે છે. અને આ દરમિયાન દુ:ખાવાનો સામનો પણ કરવો પડે છે.
હાલમાં જ ચીનના વૈજ્ઞાનિકો દ્વારા એક જબરદસ્ત શોધ કરવામાં આવી છે. ચીન દ્વારા દુનિયાનું પહેલું બોન ગ્લૂ તૈયાર કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ ગ્લૂ તૂટેલા હાડકાંને 2 થી 3 મિનિટમાં જોડી દે છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ ગ્લૂનો ઉપયોગ કર્યા પછી સર્જરી કરાવવાની જરૂર પડતી નથી. આ બોન ગ્લૂને બોન-02 તરીકે ઓળખવામાં આવે છે. જે એક ખાસ ચીપકી જનાર પદાર્થ છે.
મળતી જાણકારી અનુસાર, આ ગ્લૂને ઈંજેકશન દ્વારા જ્યાં ફ્રેક્ચર હોય ત્યાં લગાવવામાં આવે છે અને આ ગ્લૂ જેવો પદાર્થ તૂટેલા હાડકાને મજબૂતીથી જોડી દે છે. આ પ્રોસેસમાં માત્ર 2 થી 3 મિનિટનો જ સમય લાગે છે. અને ખાસ વાત એ છે કે જ્યારે હાડકું ચોંટી જાય છે તો આ ગ્લૂ 6 મહિનામાં શરીરમાં ભળી જાય છે. આ ગ્લૂને કાઢવાની પણ જરૂર પડતી નથી.
આ ગ્લૂ છીપલાથી પ્રેરિત થઈ બનાવવામાં આવ્યું છે. જે રીતે છીપલા પાણીમાં મજબૂતીથી ચીપકી જાય છે તે રીતે જ હાડકાને ચોંટાડવાનું કામ આ ગ્લૂ કરે છે. જાણકારી અનુસાર આ ગ્લૂ 400 પાઉંડથી વધુનું વજન સહન કરી શકે છે. આ બોન ગ્લૂનો લેબ ટેસ્ટ સુરક્ષિત સાબિત થયો છે. લગભગ 150 થી વધુ દર્દી પર તેનું ટ્રાયલ થઈ ચુક્યું છે. એક ટ્રાયલમાં સર્જરી બસ 3 મિનિટમાં થઈ ગઈ છે જેમાં કલાકોનો સમય લાગતો હોય છે. આ બોન ગ્લૂ દર્દીઓની મોટી સમસ્યા દુર કરી શકે છે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp