વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! ઓડીશાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે થયો એવો કાંડ કે, ડોક્ટરે કહ્યું- 'થોડું મોડું થયું હતો તો....', જાણો
ઓરિસ્સાના કંધમાલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે કંધમાલ જિલ્લાના ફિરિંગિયા બ્લોકની એક શાળામાં આ ઘટના બની છે. શાળાના છાત્રાલયમાં સૂતા 8 વિદ્યાર્થીઓની આંખોમાં એક વિદ્યાર્થીએ ફેવિકિક નાખી દીધું હતું. આ ઘટનાને પગલે બેદરકારી દાખવવા બદલ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હોસ્ટેલમાં સૂઈ રહેલા 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિક્વિક ગમ નાંખવામાં આવ્યો હતો. સવારે જ્યારે વિદ્યાર્થીઓ જાગ્યા, ત્યારે આઠ વિદ્યાર્થીઓની આંખો ખુલી રહી ન હતી. ત્યાં હાજર શિક્ષકો અને સ્ટાફે આ વિદ્યાર્થીઓની આંખો ખોલવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેમની આંખો ન ખુલી ત્યારે બધા ગભરાઈ ગયા. અંતે તેમને પહેલા ગોછાપાડા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ એક વિદ્યાર્થીએ તેની આંખો ખોલી હતી. બાકીના સાત વિદ્યાર્થીઓને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને બહેરામપુરના MKCGમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બધા વિદ્યાર્થીઓ ધોરણ 3 અને 4 ના છે.
વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડનાર શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે, 'રાત્રે હોસ્ટેલમાં, એક વિદ્યાર્થી પોતાની સાથે ફેવિકિક લાવ્યો હતો અને તેણે વિદ્યાર્થીની આંખોમાં લગાવી દીધો હતો. પરંતુ, શુક્રવારે સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. શાળાના પટાવાળા પાસેથી આ અંગે માહિતી મળ્યા બાદ, ગોછાપાડામાં તાત્કાલિક સારવાર કરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક કેમ નાખવામાં આવ્યું તેનીં તપાસ અધિકારીઓએ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્ટેલમાં આ ઘટના કેવી રીતે બની તે જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે કલેક્ટરે કેસની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ અંગે હોસ્પિટલના સારવાર કારી રહેલા ડોક્ટરોએ વધુમાં જણાવ્યું હતું કે, ફેવિકિક જેવા એડહેસિવ કેમિકલ આંખોના સંપર્કમાં આવે તો કાયમી નુકસાન પહોંચાડી શકે છે. જો તેમાં વિલંબ થયો હોત તો બાળકોની દૃષ્ટિ પર અસર થઈ શકી હોત. હાલમાં, સારવાર ચાલી રહી છે અને બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp