‘આ મોદી યુદ્ધ છે..’, અમેરિકાએ હવે કઈ વાત સાથે ભારતનું કનેક્શન જોડી દીધું

‘આ મોદી યુદ્ધ છે..’, અમેરિકાએ હવે કઈ વાત સાથે ભારતનું કનેક્શન જોડી દીધું

08/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘આ મોદી યુદ્ધ છે..’, અમેરિકાએ હવે કઈ વાત સાથે ભારતનું કનેક્શન જોડી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યા છે. તેના અમલીકરણના કલાકો બાદ વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને ‘યુદ્ધ તરીકે ગણાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હીએ સતત રશિયા પાસેથી તેલ ખરીદીને તેના લશ્કરી આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે. ભારતને રશિયા પાસેથી વેપાર રોકવા માટે દબાણ કરતા તેમણે કહ્યું કે જો નવી દિલ્હી મોસ્કોથી છૂટછાટ દરે ક્રૂડ તેલ ખરીદવાનું બંધ કરે છે, તો અમેરિકન ટેરિફમાં 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથેના ઈન્ટર્વ્યૂમાં, નવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મારો મતલબ મોદીના યુદ્ધ સાથે છે કારણ કે શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે.


‘મોદીનું યુદ્ધ’

‘મોદીનું યુદ્ધ’

બુધવારથી ભારતીય સમાન પર ટ્રમ્પના 50 ટકા ટેરિફ બાદ નવારોની આ ટિપ્પણી આવી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ નવી દિલ્હી દ્વારા રશિયન તેલની સતત ખરીદી માટે આ મહિનાની શરૂઆતમાં લાદવામાં આવેલા 25 ટકા અમેરિકન ટેરિફને બમણો કરી દીધો છે.

નવારોએ દાવો કર્યો હતો કે મોસ્કોએ નવી દિલ્હીને સસ્તા તેલનો ઉપયોગ તેના યુદ્ધ મશીનને ભંડોળ આપવા માટે કર્યો હતો. નવારોએ કહ્યું કે, ‘ભારત જે કરી રહ્યું છે, તેનાથી અમેરિકામાં દરેક વ્યક્તિ હારી રહ્યું છે. ગ્રાહકો અને વ્યવસાયો અને દરેક વસ્તુને નુકસાન થઈ રહ્યું છે, અને શ્રમિકોને નુકસાન થઈ છે કારણ કે ભારતના ઉચ્ચ ટેરિફને કારણે અમે નોકરીઓ, ફેક્ટરી, આવક અનેઉચ્ચ વેતનની કિંમત ચૂકવી રહ્યા છીએ. અને પછી કરદાતાઓ સહન કરી રહ્યા છે કારણ કે અમને મોદીના યુદ્ધ માટે પૈસા ચૂકવવા પડ્યા હતા.’


‘ટેરિફ તરત જ અડધો હશે’

‘ટેરિફ તરત જ અડધો હશે’

નવારોએ કહ્યું કે, ‘જો ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરે છે અને યુદ્ધ મશીનને પોષવાનું બંધ કરે છે, તો તે આવતીકાલે માત્ર 25 ટકા (ટેરિફમાં)ની છૂટ મળી શકે છે.’ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે જે એશિયન દેશ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલ સૌથી વધુ ટેરિફ છે. આનાથી ભારતના સૌથી મોટા નિકાસ બજાર, અમેરિકામાં મોકલવામાં આવેલા 55 ટકાથી વધુ ભારતીય સમાનને અસર થશે. તેમ છતા ઇલેક્ટ્રોનિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઘણા મોટા ઉત્પાદનોને મુક્તિ આપવામાં આવી છે, પરંતુ ટ્રમ્પના નિર્ણયથી કાપડ અને ઝવેરાત સહિતના ઘણા મજૂર-કેન્દ્રિત ઉદ્યોગોને અસર થઈ છે.

નવારોએ કહ્યું, મારા માટે જે વસ્તુ પરેશાન કરનારી છે તે એ છે કે ભારતીયો આ બાબતે ખૂબ જ અહંકારી છે. ઓહ, અમે ઉચ્ચ ટેરિફ લાદતા નથી. ઓહ, તે આપણી સાર્વભૌમત્વની વાત છે. અમે જેની પાસે ઈચ્છીએ તેની પાસેથી તેલ ખરીદી શકીએ છીએ. ભારત, તમે વિશ્વની સૌથી મોટી લોકશાહી છો, તમે વિશ્વની સૌથી મોટી લોકશાહી છો, ઠીક છે એવી રીતે વ્યવહાર કરો.’

બીજી તરફ, ભારતે રશિયન તેલની ખરીદીનો બચાવ કર્યો છે, અને કહ્યું છે કે તેલ-ગેસના ભાવને નીચા રાખવા અને તેના સ્થાનિક બજારને સ્થિર કરવું જરૂરી છે. ભારતે અમેરિકાના પગલાને અનુચિત ગણાવી હતી. ખાસ વાત એ છે કે ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે જે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ‘ગૌણ ટેરિફથી પ્રભાવિત છે, જ્યારે ચીન પણ રશિયન ક્રૂડ તેલનો મોટો ખરીદનાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top