કોણ છે ABVPના આર્યન માન? જેઓ બન્યા DU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ, અભિનેતા સંજય દત્તે કર્યો હતો પ્

કોણ છે ABVPના આર્યન માન? જેઓ બન્યા DU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ, અભિનેતા સંજય દત્તે કર્યો હતો પ્રચાર

09/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

કોણ છે ABVPના આર્યન માન? જેઓ બન્યા DU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ, અભિનેતા સંજય દત્તે કર્યો હતો પ્

દિલ્હી યુનિવર્સિટી (DU)ના વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ABVPના આર્યન માને અધ્યક્ષ પદ જીતી લીધું છે. તેમણે NSUIના અધ્યક્ષ પદના ઉમેદવાર જોસલીન નંદિતા ચૌધરીને 16196 મતોથી હરાવીને જીત મેળવી હતી. મતોની ગણતરીમાં તેમણે પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી લીધી હતી અને છેલ્લા રાઉન્ડ સુધી આગળ રહ્યા. ચાલો જાણીએ DUSUના નવા અધ્યક્ષ બાબતે જાણીએ.

આર્યન માનને કુલ 28,841 મતો મળ્યા, જ્યારે જોસલીન નંદિતા ચૌધરીને 12645 મતો મળ્યા. છેલ્લી વખત NSUIએ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પદ પર જીત મેળવી હતી. મતોની ગણતરી DUના નોર્થ કેમ્પસ યુનિવર્સિટી સ્પોર્ટ્સ સ્ટેડિયમના મલ્ટીપારપઝ હોલમાં શરૂ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, આખા DUSU ચૂંટણી ભિયાનમા આર્યન માટે એક મજબૂત સમર્થન પ્રણાલી રહી છે. સોશિયલ મીડિયા પર આર્યન મનના ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે મોંઘી અને લક્ઝરી ગાડીઓમાં પ્રચાર કરતો જોવા મળ્યો. તેના માટે બોલિવુડ અભિનેતા સંજય દત્ત પણ આ ચૂંટણીમાં પ્રચાર કરતા નજરે પડ્યા હતા.


કોણ છે આર્યન માન?

કોણ છે આર્યન માન?

આર્યન માન મૂળ હરિયાણાના લોવા કલા ગામનો છે. પ્રાથમિક અભ્યાસ બહાદુરગઢની સેન્ટ થોમસ સ્કૂલથી પૂર્ણ કર્યો છે. તેણે દિલ્હીના વસંત કુંજમાં GD ગોએન્કા સ્કૂલમાંથી 12મા અભ્યાસ પૂર્ણ કર્યા છે. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીના ઉત્તર કેમ્પસ હંસરાજ કોલેજમાંથી B.comમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. હાલમાં તે DUથી MA લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે.

છેલ્લી DUSUની ચૂંટણીમાં પણ તેનું નામ ABVPની સંભવિત લિસ્ટમાં આવ્યું હતું, પરંતુ તે સમયે તે ચૂંટણી લડી શક્યો નહોતો. આર્યન માન રાષ્ટ્રીય સ્તરનો ફૂટબોલ ખેલાડી છે. તે રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ટીમમાંથી ફૂટબોલ રમ્યો છે. તેને DUમાં પણ એડમિશન પણ સ્પોર્ટ્સ ક્વોટામાંથી મળ્યું.

મીડિયા અહેવાલો અનુસાર, આર્યનના પિતા સિકંદર હરિયાણાનો મોટો દારૂનો બિઝનેસમેન છે. ઝજ્જર પાસે ADS સ્પિરિટ પ્રાઈવેટ લિમિટેડ નામથી દારૂ બનાવવાની કંપની છે. તેઓ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તે બે વખત પોતાના ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે.


કેટલા પદો પર કોણે જીત હાંસલ કરી?

કેટલા પદો પર કોણે જીત હાંસલ કરી?

DUSUની ચુંટણીમાં આ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષ, સચિવ અને સંયુક્ત સચિવનો પદ જીતી છે. તો, ઉપાધ્યક્ષ પદ પર NSUIએ જીત હાંસલ કરી છે. તો પાછલી વખત NSUIએ અધ્યક્ષ અને સંયુક્ત સચિવ અને ABVPને ઉપાધ્યક્ષ અને સચિવ પદ પર જીત મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top