પ્રધાનમંત્રી ફરી પધાર્યા ગુજરાતના આંગણે, ભાવનગરમાં દેશના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કર્યું લોકાર

પ્રધાનમંત્રી ફરી પધાર્યા ગુજરાતના આંગણે, ભાવનગરમાં દેશના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ, જુઓ વિડીઓ

09/20/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પ્રધાનમંત્રી ફરી પધાર્યા ગુજરાતના આંગણે, ભાવનગરમાં દેશના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું કર્યું લોકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ભાવનગરની જનતાનું રોડ-શો ના મધ્યમથી અભિવાદન પણ કર્યું. તેઓ ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ ભાવનગરના આંગણે 1 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. આ સાથે પ્રધાનમંત્રીએ દેશના મુખ્ય બંદરોના વિકાસ માટે 7,870 કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી. ઉપરાંત, આ કાર્યક્રમ દરમિયાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય અંતર્ગત 66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ અને શિપ-બિલ્ડિંગ સંબંધિત MoUs પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.



વડાપ્રધાને આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા

વડાપ્રધાને આ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા

પ્રધાનમંત્રી મોદીએ આજે ભાવનગર ખાતે કરોડોના વિકાસ કાર્યોને લીલી ઝંડી બતાવી છે. ભાવનગરના બડેલી ગામમાં 270 કરોડના ખર્ચે સોલાર પીવી પ્રોજેક્ટ, 303 કરોડના ખર્ચે ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ માટેનો પ્રોજેક્ટ, 583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકનો પ્રોજેક્ટ અને ભાવનગરમાં 45 MLD ક્ષમતાવાળા નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ભાવનગરથી લોથલ જશે

ભાવનગર મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી વિશ્વપ્રસિદ્ધ લોથલ પુરાતત્વ સ્થળની રૂબરૂ મુલાકાત લેશે. અને ત્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિના વૈભવ અને હેરિટેજ મ્યુઝિયમનું અવલોકન કરીને રાજ્યના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરા અને લોથલ બંને સ્થળોના અધિકારીઓ તથા પ્રોજેક્ટ ટીમો સાથે સમીક્ષા પણ કરશે. તેમજ પ્રદેશના વિકાસ, રોજગાર સર્જન અને આંતરરાષ્ટ્રીય રોકાણના નવા અવસરો પર વિચારવિમર્શ કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top