ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નિયમોમાં કર્યા બદલાવ, નવી અરજીઓ માટે અમેરિકા લાખો રૂપિયા વસૂલશે; ભારતીય એન્જિનિયરોને મોટો ઝટકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરી, જેમાં H-1B વિઝા માટે નવી શરતો લાગૂ કરી દીધી છે. હવે આ વિઝા મેળવવા માટે કંપનીઓએ દર વર્ષે 100,000 ડોલર (લગભગ 83 લાખ)નો ફી ચૂકવવી પડશે. આ નિર્ણયથી લાખો વિદેશી વ્યાવસાયિકો પર અસર પડી શકે છે, ખાસ કરીને ભારતીય IT અને ટેકનોલોજી ક્ષેત્ર, જે H-1B વિઝા પર સૌથી વધુ નિર્ભર છે. ટ્રમ્પે કહ્યું કે, ‘મને લાગે છે કે ટેક ઉદ્યોગ આ નિર્ણયથી ખુશ થશે.’
તો વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે તેને H-1B સિસ્ટમના દુરુપયોગને રોકવા માટેના પગલા તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે આ પ્રોગ્રામ માત્ર તે લોકો માટે હોવો જોઈએ જે અમેરીકામાં દુર્લભ અને હાઇ-સ્કીલ્ડ નોકરીઓ કરે છે, એવી નોકરીઓ માટે નહીં જે અમેરિકન વ્યાવસાયિકો પણ કરી શકે છે. H-1B વિઝાની શરૂઆત 1990માં થઈ હતી, જેથી અમેરિકા એવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષિત અને વિશેષજ્ઞ વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખી શકે જ્યાં અમેરિકન વર્કફોર્સની અછત છે. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે સમય જતા કંપનીઓએ તેનો ખોટો ફાયદો ઉઠાવવાનો ચાલુ કરી દીધો.
H-1B વિઝા કોઈ વ્યક્તિ પોતે મેળવી શકતી નથી. તે મેળવવા માટે તમને કોઈ અમેરિકન કંપનીની જરૂર છે. તે કંપની અમેરિકન સરકારને અરજી કરે છે અને કહે છે કે તેને તમારા જેવા સ્કિલવ ધરાવતા કર્મચારીની જરૂર છે. કંપની બધા કાગળો ભરે છે અને સરકારને ફી ચૂકવે છે. અત્યાર સુધી આ ફી ખૂબ ઓછી હતી, એટલે ઘણી મોટી IT કંપનીઓ અને કન્સલ્ટન્સી કંપનીઓ હજારો અને લાખો અરજીઓ સબમિટ કરતી હતી. આનાથી અમેરિકામાં એન્ટ્રી લેવલ નોકરીઓ વિદેશી એન્જિનિયરોથી ભરાઈ જતી હતી.
અત્યાર સુધી, કંપનીઓને માત્ર 215 ડોલર રજીસ્ટ્રેશન ફીસ અને લગભગ 780 ડોલરની ફોર્મ ફી ચૂકવવી પડતી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે નિર્ણય લીધો છે કે કંપનીઓએ દરેક અરજી માટે 100,000 ડોલર (લાગાભાગ 88 લાખ રૂપિયા) ચૂકવવા પડશે. આ રકમ ખૂબ મોટી છે, એટલે કંપનીઓ હવે માત્ર એ લોકો માટે જ અરજી કરશે જેમની સ્કિલ એકદમ આવશ્યક છે. આની સીધી અસર એ થશે કે નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સ આટલો ખર્ચ નહીં કરી શકે અને વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાનું ઓછું કરશે.
અમેરિકન ટેક પ્રોફેશનલ્સ જ્યાં સરેરાશ 100,000 ડોલરથી વધુ પગાર મેળવે છે, તો H-1B વિઝા પર વિદેશી કર્મચારીઓને ઘણીવાર વાર્ષિક 60,000 ડોલરની સેલેરી આપીને કામ ક્રવવામાં આવે છે. આનાથી અમેરિકન કર્મચારીઓની નોકરીઓ પ્રભાવિત થાય છે, અને કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે વિદેશી કર્મચારીઓને પ્રાથમિકતા આપે છે. અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં ભારતીયો સૌથી વધુ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, વિપ્રો, HCL અને કોગ્નિઝન્ટ જેવી ભારતીય કંપનીઓ હજારો કર્મચારીઓને અમેરિકા મોકલે છે. આ યાદીમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલનો પણ સમાવેશ થાય છે. H-1B વિઝા ધારકો માટે કેલિફોર્નિયા સૌથી મોટું કેન્દ્ર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp