વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો નવો ઘટસ્ફોટ, કહ્યું - 'જવાબ આપો નહીં તો બંધારણની હત્યા કરનારા....

વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો નવો ઘટસ્ફોટ, કહ્યું - 'જવાબ આપો નહીં તો બંધારણની હત્યા કરનારા....' જાણો વિગતવાર

09/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો નવો ઘટસ્ફોટ, કહ્યું - 'જવાબ આપો નહીં તો બંધારણની હત્યા કરનારા....

રાહુલ ગાંધીએ સવારે 10 વાગ્યે ઇન્દિરા ભવન ઓડિટોરિયમ ખાતે વિશેષ પ્રેસ કોન્ફરેન્સ યોજી વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કેટલાક પુરાવા રજૂ કરીને દાવો કર્યો છે કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જે વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કરી રહી છે, ઉપરાંત નવા વોટ ઉમેરી દેશની લોકશાહીને હાઈજેક કરવામાં આવી રહી છે. ત્યારે દેશના આ વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર પોતે જ  છાવરી રહ્યા છે, જેના મારી પાસે સચોટ પુરાવા છે. તેને દેશના લોકો જ બચાવી શકે છે.



ચૂંટણી કમિશનર વિરુદ્ધ નક્કર પુરાવા

ચૂંટણી કમિશનર વિરુદ્ધ નક્કર પુરાવા

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં મતદાર ગોડાબાઈનો વીડિયો બતાવી વોટ ચોરી મુદ્દે વાતની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ સનસનીખેજ આક્ષેપો કરતા કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને બચાવી રહ્યા છે. જેના મારી પાસે ચોક્કસ પુરાવા છે, જેને નકારી શકાય નહીં. આ પુરાવા બ્લેક એન્ડ વ્હાઇટ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો વોટ કાઢી નંખાયા છે. આ ખાલી વિપક્ષના વોટ કાપવાની ટ્રીક છે.

કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવામાં આવ્યા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે એક વ્યક્તિએ જોયું કે તેના અંકલનો મત ડિલીટ થયો છે. તેમણે જ્યારે બીએલઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, મને ખબર નથી આ મત કઈ રીતે ડિલીટ થયો.



ચુંટણી પંચ એક સપ્તાહમાં જવાબ આપે નહીં તો...

ચુંટણી પંચ એક સપ્તાહમાં જવાબ આપે નહીં તો...

તેમણે સૂર્યકાંત નામના બીજા વ્યક્તિના નામે 12 લોકોના નામ ડિલીટ થવાનું ઉદાહરણ પણ આપ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર 36 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? રાહુલ ગાંધીએ કહ્યું કે, અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમના નંબર પરથી કુલ 12 વોટ ડિલીટ કરાયા હતા અને તેમને તેની જાણ પણ નહોતી.

કર્ણાટક સીઆઈડીએ ચૂંટણી પંચ પાસે માર્ચ મહિનામાં વોટ ચોરી મામલે માહિતી મગાવી હતી. સીઆઈડીએ આ મામલે ચૂંટણી પંચને 18 રિમાન્ડર પત્રો લખ્યાં હતા. ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોને છાવરી રહ્યા છે. અમારી માગ છે કે, જ્ઞાનેશ કુમાર કર્ણાટકની સીઆઈડીને એક સપ્તાહની અંદર તમામ પુરાવા આપે. મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની રજોરા વિધાનસભા બેઠકમાં ઓનલાઈન વોટ ઉમેરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો એક સપ્તાહમાં જવાબ ન મળ્યો તો દેશના યુવા સમજશે કે તમે બંધારણની હત્યા કરનારની સાથે છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top