ચુંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ જવાબ - 'આલંદમાં વોટ ડિલીટના પ્રયાસ મુદ્દે ચૂંટણી પંચે પોતે ..

ચુંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ જવાબ - 'આલંદમાં વોટ ડિલીટના પ્રયાસ મુદ્દે ચૂંટણી પંચે પોતે ....', જાણો સમગ્ર વાત

09/18/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ચુંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ જવાબ - 'આલંદમાં વોટ ડિલીટના પ્રયાસ મુદ્દે ચૂંટણી પંચે પોતે ..

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના 'વોટ ચોરી' અંગેના દાવાઓને ફરી એકવાર પાયાવિહોણા ગણાવ્યા છે. રાહુલ ગાંધીએ સવારે 10 વાગ્યે ઇન્દિરા ભવન ઓડિટોરિયમ ખાતે વિશેષ પ્રેસ કોન્ફરેન્સ યોજી વોટ ચોરી મુદ્દે વધુ એક સનસનીખેજ ખુલાસો કરવાનો દાવો કર્યો હતો. જે દરમિયાન તેમણે ચીફ ઈલેક્શન કમિશનર પર ગંભીર આક્ષેપો લગાડતા કહ્યું હતું કે, વોટ ચોરોની રક્ષા સ્વંય ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર કરી રહ્યા છે. ત્યારે ચુંટણી પંચે વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર મૂકવામાં આવેલા આરોપોને ખોટા અને આધારહિન ગણાવ્યા છે.


રાહુલ ગાંધીના આક્ષેપો

રાહુલ ગાંધીના આક્ષેપો

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરેન્સમાં દાવો કર્યો છે કે, ‘દેશમાં એક એવી તાકાત છે, જે વોટિંગ સિસ્ટમને હાઈજેક કરી વોટ ડિલિટ કરી રહી છે, ઉપરાંત નવા વોટ ઉમેરી દેશની લોકશાહીને હાઈજેક કરવામાં આવી રહી છે. ત્યારે દેશના આ વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર પોતે જ છાવરી રહ્યા છે, જેના મારી પાસે સચોટ પુરાવા છે. તેને દેશના લોકો જ બચાવી શકે છે.


ચુંટણી પંચની સ્પષ્ટતા

ચુંટણી પંચની સ્પષ્ટતા

ત્યારે ચૂંટણી પંચના ચીફ કમિશ્નર જ્ઞાનેશ કુમારે પોતાનો પક્ષ રજૂ કરતાં જવાબ આપ્યો હતો કે, રાહુલ ગાંધીના તમામ આરોપો ખોટા છે. ક્યારે પણ વોટ ઓનલાઇન ડિલીટ થઈ શકે નહીં. આલંદમાં વોટ ડિલીટના પ્રયાસની જાણ થતાં અમે પોતે જ એફઆઇઆર નોંધાવી હતી. ચૂંટણી પંચના રેકોર્ડ અનુસાર, 2018માં આલંદ બેઠક પર ભાજપના સુભાષ ગુટ્ટેદાર જીત્યા હતા, બાદમાં 2023માં કોંગ્રેસના બીઆર પાટિલ જીત્યા હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, કોઈપણ વોટ ઓનલાઈન ડિલીટ થઈ જ ન શકે. તેમાં પણ જે રીતે રાહુલ ગાંધીએ સમજાવ્યું છે, તે મુજબ સામાન્ય પ્રજા આવું બિલકુલ કરી શકે નહીં. વોટ ડિલીટ કરતાં પહેલાં પ્રભાવિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરેપૂરી તક મળે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top