બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા; જાણો કોણ હતો અમૃત મંડલ, જેને મારીમારીને ટોળાએ કાસળ ક

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા; જાણો કોણ હતો અમૃત મંડલ, જેને મારીમારીને ટોળાએ કાસળ કાઢી નાખ્યું

12/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા; જાણો કોણ હતો અમૃત મંડલ, જેને મારીમારીને ટોળાએ કાસળ ક

બાંગ્લાદેશમાં એક ટોળા દ્વારા વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. આ ઘટના 24 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના રાજબાડી જિલ્લાના પાંગશા વિસ્તારમાં બની હતી, જ્યાં 29 વર્ષીય અમૃત મંડલને ખંડણી માંગવાના આરોપમાં ટોળાએ માર માર્યો હતો. અગાઉ, 18 ડિસેમ્બરના રોજ દીપુ ચંદ્ર દાસ નામના એક હિન્દુ યુવાનની પણ લિંચિંગ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.


અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ કોણ હતો?

અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ કોણ હતો?

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે. તેના પર રાત્રે 11:00 વાગ્યે પાંગશા ઉપ-જિલ્લાના હોસૈનડાંગા ઓલ્ડ માર્કેટમાં હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાના થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક રહેવાસીઓએ કથિત રીતે અમૃત મંડલ પર ખંડણી માંગવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે ટોળાની હિંસા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે મંડલ તેમના રેકોર્ડમાં ‘સમ્રાટ બહિની નામના સ્થાનિક જૂથના નેતા તરીકે નોંધાયેલ હતો. તે હોસૈનડાંગા ગામના રહેવાસી અક્ષય મંડલનો પુત્ર હતો.

કેટલાક અહેવાલોમાં અમૃત મંડલને હિન્દુ નેતા ગણાવવામાં આવ્યા છે. અન્ય અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંડલ વિરુદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા હતા, જેમાં એક હત્યાનો કેસ પણ સામેલ હતો. ટોળાએ ખંડણી માંગવાના બહાને તેની હત્યા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે એક ગુનાહિત ગેંગ ચલાવતો હતો. હત્યાને યોગ્ય ઠેરવવા માટે ટોળાએ આરોપ લગાવ્યો હતો કે તે લાંબા સમયથી ખંડણી અને અન્ય ગુનાઓમાં સામેલ હતો. ટોળાએ કથિત રીતે તેની ઇશનિંદાના આરોપમાં હત્યા કરી હતી. બાંગ્લાદેશમાં ટોળાની હિંસાની વધતી જતી ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે.

પોલીસે પુષ્ટિ કરી છે કે રાજબાડી જિલ્લામાં અમૃત મંડલ નામના એક હિન્દુ યુવકની મારી મારીને કાસળ કાઢી નાખવામાં આવ્યું. પોલીસે આ કેસના સંદર્ભમાં સલીમ નામના એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ આ હત્યાને ખંડણી સાથે જોડી રહી છે, જેનું કહેવું છે કે તે ખંડણી ગેંગનો સભ્ય છે.


એક માહિનામાં આ ચોથા હિન્દુની હત્યા, દીપુ દાસની હત્યા સૌથી ભયાનક હતી

એક માહિનામાં આ ચોથા હિન્દુની હત્યા, દીપુ દાસની હત્યા સૌથી ભયાનક હતી

અહેવાલો અનુસાર, 7 ડિસેમ્બરે જોગેશ ચંદ્ર રોયની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. તેનું ગળું કાપી નાખવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. જોગેશની સાથે તેની પત્ની સુબર્ણા રોયની પણ હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના રંગપુરમાં તેમના ઘરમાંથી તેમના ગળા કાપીને તેમના મૃતદેહ મળી આવ્યા હતા. જોગેશ ચંદ્ર રોય મુક્તિજોધા હતા.

તો દીપુ દાસની હત્યા સૌથી ભયાનક હતી. 18 ડિસેમ્બરના રોજ, બાંગ્લાદેશના મૈમનસિંઘમાં એક ઉગ્ર ટોળાએ દીપુ પર ઇશનિંદાનો આરોપ લગાવીને તેને ફેક્ટરીમાંથી લઈ જઈને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ તેના મૃતદેહને જાહેરમાં રસ્તા પર ગળામાં ફાંસો લગાવીને લટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તોફાનીઓએ તેના શરીરને જૂતા અને ચંપલથી માર માર્યો હતો. અંતે દંગાઈઓએ તેને આગ લગાવી દીધી. હવે ટોળાએ અમૃત મંડલની હત્યા કરી દીધી છે. આમ એક મહિનાની અંદર બંગલાદેશમાં આ ચોથા હિંદુની હત્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top