ઇન્ડિગોની મનમાની ખતમ કરવા સરકાર એક્શનમાં! મંજુર કરી આ ત્રણ નવી એરલાઈન, જાણો ક્યારથી ઉડશે ફલાઈટસ

ઇન્ડિગોની મનમાની ખતમ કરવા સરકાર એક્શનમાં! મંજુર કરી આ ત્રણ નવી એરલાઈન, જાણો ક્યારથી ઉડશે ફલાઈટસ્

12/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઇન્ડિગોની મનમાની ખતમ કરવા સરકાર એક્શનમાં! મંજુર કરી આ ત્રણ નવી એરલાઈન, જાણો ક્યારથી ઉડશે ફલાઈટસ

આ જ મહીને ઈન્ડિગો દ્વારા ઊભા કરાયેલા ક્રાઈસિસમાં હજારો ફ્લાઈટ્સ કેન્સલ થતા લાખો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આખરે સરકાર અને ડીજીસીએની કડકાઈથી મામલો થાળે પડ્યો હતો. તેથી હવે સરકાર તરફથી કોશિશ કરવામાં આવી રહી છે કે, આ પ્રકારની મુશ્કેલીઓ મુસાફરોએ આવનારા સમયમાં ફરીથી ન ખમવી પડે. તેથી ઈન્ડિગો સંકટના કેટલાક દિવસો બાદ સરકારે બે નવી એરલાઈન્સને 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ' (NOC) આપ્યું છે. જેની જાહેરાત ખુદ સિવિલ એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડુએ કરી છે.


સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ઈન્ડિગોનો ઈન્ડિયન એવિએશન સેક્ટરમાં 65 ટકાનો માર્કેટ શેર ધરાવે છે. હાલમાં જ સ્ટાફ પ્લાનિંગમાં ચૂકને કારણે ઈન્ડિગોની લગભગ 4500 ફ્લાઈટ રદ થઈ હતી. જેનાથી હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા.  ત્યારબાદ એર ઈન્ડિયા ગ્રુપનો શેર 27 ટકા છે. આ ઉપરાંત દેશના એરલાઈન માર્કેટમાં નાની કંપનીઓની ભાગીદારી પણ છે. તેથી આ ઘટના બાદ સરકારે મહેસૂસ કર્યું કે, બજારમાં વધુ સ્પર્ધાની જરૂર છે. તેથી સરકાર તરફથી આ પગલું ઘરેલુ માર્કેટમાં સ્પર્ધા વધારવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે છે.

ઈન્ડિગોના સંકટ બાદ સરકારે બે નવી એરલાઈન અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને એનઓસી આપી છે. આ ઉપરાંત શંખ એર પણ 2026થી ઉડાણ ભરી શકે છે. સરકાર તરફથી લેવામાં આવતા આ પગલાંથી ડોમેસ્ટક એવિએશનમાં સ્પર્ધા વધશે. તેમ છતાં આ પગલાંથી ઈન્ડિગોની બાદશાહત ખતમ કરતાં ચાર વર્ષ જેટલો સમય લાગશે. પરંતુ નવી આવનારી એરલાઈન અને સર્વિસથી ઈન્ડિગોના કસ્ટમર બેસ પર અસર પડી શકે છે.


નવી એરલાઈનની સ્પર્ધા

નવી એરલાઈનની સ્પર્ધા

માહિતી મુજબ, ઈન્ડિગોની ડોમેસ્ટિક સીટ કેપેસિટી શેર હાલના સમયમાં 53 ટકા અને એર ઈન્ડિયા ગ્રુપ પાસે આ શેર 27 ટકા છે. જ્યારે બાકી નાની એરલાઈન્સનો ફળો 20 ટકા છે. ઈન્ડિગો ભારતમાં રોજ 2000થી વધુ ફ્લાઈટનું સંચાલન કરે છે અને તેની પાસે 400થી વધુ વિમાનોની ફ્લીટ છે. આ આંકડો એટલો મોટો છે કે કોઈ પણ નવી એરલાઈન માટે તેનો મુકાબલો કરવો ખુબ મુશ્કેલ છે. જ્યારે અલ હિન્દ એર, ફ્લાય એક્સપ્રેસ અને શંખ એર ત્રણેય રિજિઓનલ ફોક્સવાળી ફ્લાઈટ છે. આવામાં કોઈ પણ નવી એરલાઈન માટે ઈન્ડિગો અને એર ઈન્ડિયા સામે ટકી શકવું સરળ નથી.

હાલ સરકાર તરફથી અલ હિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને મંજૂરી અપાઈ છે. કેરળના અલ હિન્દ ગ્રુપ અલ હિન્દ એરના પ્રમોટર છે. તે રીજીઓનલ એરલાઈન હશે. તેની શરૂઆત ATP ટર્બોપ્રોપ પ્લેનથી થશે. શરૂઆતમાં એરલાઈન સાઉથ ઈન્ડિયાના રૂટ્સ પર ફોકસ કરશે. ત્યારબાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ કરવાનો પ્લાન છે. ફ્લાય એક્સપ્રેસની વેબસાઈટ મુજબ તેના પર કમિંગ સૂન લખેલું છે. આ એરલાઈન પણ ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવેશ કરશે. તેના વિશે હજુ વધુ જાણકારી સામે આવી નથી. ડોમેસ્ટિક માર્કેટમાં જો નવી એરલાઈન આવે તો ગ્રાહકોને ફાયદો થાય તે સ્વાભાવિક છે. પરંતુ મુસાફરોને કેટલો ફાયદો થશે તે નવી એરલાઈનની સર્વિસ અને ક્વોલિટી પર નિર્ભર છે. જો નવી એરલાઈન ફ્લાઈટની સંખ્યા અને સર્વિસમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા વગેરેને ટક્કર આપે તો પેસેન્જરને ભાડામાં મોટો ફાયદો થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top