ફરી ગુજરાતના રાજકારણમાં નવી જૂનીના એંધાણ! વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે આપ્યું રાજીનામું! જાણો અટકળો
ગુજરાતના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને સુપરત કર્યું છે. જો કે તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ શાસક પક્ષ તરફથી સૂચના મળતા રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વધી થઈ છે.
જેઠા ભરવાડ પંચમહાલ શહેરાના ધારાસભ્ય છે. તેમજ ઘણી સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. એક માહિતી મુજબ, હાલ તો જેઠાભાઈએ કામનું ભારણ વધુ હોવાના કારણે અન્ય હોદ્દા અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાનું કારણ આપી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની પ્રત્યક્ષ હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. આ અંગે જેઠા ભરવાડે જણાવ્યું હતું કે, ચર્ચા કરનારાઓ ચર્ચા કરતા રહેશે પણ મને કોઈ ફેર પડતો નથી. મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કામનો વધુ પડતો ભાર હતો એટલે મેં રાજીનામું આપી દીધું છે. અન્યોને પણ મોકો મળવો જોઈએ. મારા રાજીનામાનો આ જ ઉદ્દેશ્ય છે. તેમ છતાં વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદ પરથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ સર્જાવા પામ્યો છે.
જેઠા ભરવાડ ગુજરાતના એક પીઢ અને પ્રભાવશાળી નેતાઓ માના એક છે. તેઓ ભાજપ સાથે લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. તેઓ 2012, 2017 અને 2022માં સતત પંચમહાલની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. અને હાલ તેઓ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી રહ્યા હતા. રાજકારણની સાથે જેઠા ભરવાડ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ જ સક્રિય અને જાણીતું નામ છે. તેઓ પંચામૃત ડેરીના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. ઉપરાંત તેઓ NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp