ઉન્નાવ બળાત્કાર કેસમાં કુલદીપ સેંગરની વધી શકે છે મુશ્કેલી

ઉન્નાવ બળાત્કાર કેસમાં કુલદીપ સેંગરની વધી શકે છે મુશ્કેલી

12/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઉન્નાવ બળાત્કાર કેસમાં કુલદીપ સેંગરની વધી શકે છે મુશ્કેલી

ગઈકાલે દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઉન્નાવ બળાત્કાર કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજાને સ્થગિત કરી અને તેને જામીન આપી દીધા. CBI હવે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. એજન્સીએ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવાનો નિર્ણય લીધો છે. કુલદીપની અપીલ અને હાઈકોર્ટમાં જામીન અરજીનો CBI અને પીડિતાના પરિવારે જોરદાર વિરોધ કર્યો હતો.

CBIએ આ કેસમાં સમયસર જવાબ અને લેખિત દલીલો દાખલ કરી હતી. પીડિતાના પરિવારે સુરક્ષા ચિંતાઓ અને ધમકીઓનો ઉલ્લેખ કરીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ જણાવ્યું છે કે તે તાત્કાલિક આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. એજન્સીએ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના આદેશોનો અભ્યાસ કર્યો છે અને હાઈકોર્ટના આદેશો સામે શક્ય તેટલી વહેલી તકે સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવાનો નિર્ણય લીધો છે.


પીડિતા અને તેનો પરિવાર હજુ પણ જોખમમાં

પીડિતા અને તેનો પરિવાર હજુ પણ જોખમમાં

હાઈકોર્ટના નિર્ણય અંગે વકીલ મહમૂદ પ્રાચાએ કહ્યું કે, ‘પીડિતા અને તેનો પરિવાર હજુ પણ જોખમમાં છે. જામીન કે સજાનું સસ્પેન્શન કાયદાનો સંપૂર્ણ દુરુપયોગ છે. આ કેવો તર્ક છે? તે દયાનો હકદાર કેમ કેમ છે? આનો નિર્ણય લેવો એ બધા નાગરિકોની ફરજ છે. શું આ માણસે બધું કર્યા બાદ પણ દયાને પાત્ર છે, જ્યારે તે તેના પર હુમલાઓનું આયોજન કરવાનું ચાલુ રાખ્યું?

તેમણે કહ્યું કે, પરિણામ શું આવશે? તેણે પોલીસ SHO પાસે તેના પિતાની હત્યા કરવી દીધી હતી. એટલે 5 કિલોમીટરના દાયરામાં હોવા કે ન હોવાથી કોઈ ફરક પડતો નથી. કેન્દ્ર સરકાર કોર્ટની અંદર અને બહાર બંને જગ્યાએ સંપૂર્ણ તાકાતથી અમારો વિરોધ કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર પણ સંપૂર્ણ તાકાતથી અમારો વિરોધ કરી રહી છે.


મને સુપ્રીમ કોર્ટ પાસેથી ખૂબ ઓછી આશા છે

મને સુપ્રીમ કોર્ટ પાસેથી ખૂબ ઓછી આશા છે

વકીલે વધુમાં કહ્યું કે, ‘પીડિતાની સુરક્ષા દૂર કરવા અને તેની સામે કેસ બનાવવા માટે ટોચના વકીલો હાયર કરી રહી છે. આ સંજોગોમાં, અમને યોગ્ય રીતે તૈયારી કરવા માટે સમયની જરૂર છે. અમે તૈયારી વિના આ લડાઈમાં ઉતરવા માંગતા નથી, પરંતુ જો જનતા પોતાનો અવાજ ઉઠાવશે, તો મને થોડી આશા છે કે ન્યાય મળશે. જોકે, મને સુપ્રીમ કોર્ટ તરફથી વધારે આશા નથી.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top