વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પૂરો થતા જ લોકોએ ફૂલોના કુંડની લૂંટ મચાવી, જુઓ વીડિયો
લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પૂરો થતાં જ એક એવી તસવીર સામે આવી જેણે રાજધાનીને શરમસાર કરી દીધી. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન બાદ ત્યાં અને તેની આસપાસ મૂકવામાં આવેલા સુશોભન ફૂલોના કુંડા લોકો દ્વારા ચોરી રહ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવા લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન અને આદર્શોને શ્રદ્ધાંજલિ આપી.
આ પ્રસંગે પ્રેરણા સ્થળ અને તેની આસપાસના વિસ્તારોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા હતા. લખનૌ વિકાસ સત્તામંડળ (LDA) અને મ્યુનિસિપલ કોર્પોરેશને રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ માર્ગ, ગ્રીન કોરિડોર અને વસંત કુંજ રોડ પર નાના, આકર્ષક ફૂલોના કુંડા અને હેન્ગિંગ વોલ લગાવી હતી, જેથી શહેર લીલુંછમ અને સુંદર દેખાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જતા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ગ્રીન કોરિડોરની સુંદરતા પર ગ્રહણ લાગી ગયું. LDA અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખા વિસ્તારને સુંદર બનાવવા માટે દિવાલ પર મૂકેલા ફૂલોના કુંડા લોકો પોતાના વાહનોમાં ભરીને ઘરે લઈ જવા લાગ્યા. કેટલાક લોકો તેને હાથમાં લઈને જતા જોવા મળ્યા, જ્યારે કેટલાક ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાં ભરીને લઇ જતા જોવા મળ્યા.
વહીવટીતંત્રે જે સુંદરતા પર આટલા પૈસા ખર્ચ્યા હતા તે થોડા કલાકોમાં જ ઉજાડી દેવામાં આવી. લોકોની આ ગેરવર્તણૂકથી શહેરની છબી ખરડાઈ ગઈ છે. આસપાસના લોકોએ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી. ચોરાયેલા ફૂલોના કુંડાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયા.
लखनऊ में पीएम मोदी के कार्यक्रम के बाद रास्तों में सजाए गए फूल-पौधों पर ग्रहण लग गया। लोग गमले उठाकर घर ले जाने लगे। #lucknow #flowerpots pic.twitter.com/m7b6rD288Q — Pawan Kumar Sharma (@pawanks1997) December 26, 2025
लखनऊ में पीएम मोदी के कार्यक्रम के बाद रास्तों में सजाए गए फूल-पौधों पर ग्रहण लग गया। लोग गमले उठाकर घर ले जाने लगे। #lucknow #flowerpots pic.twitter.com/m7b6rD288Q
સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સુંદરતા માટે પ્રયત્નશીલ છે, ત્યારે સમાજનો એક વર્ગ પોતાની સંકુચિત માનસિકતાને કારણે તેનો નષ્ટ કરી રહ્યો છે. આ મામલે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp