Video: PM નરેન્દ્ર મોદીએ આ રીતે પુતિનનું કર્યું સ્વાગત, ગિફ્ટમાં રશિયન ભાષામાં લખેલી ગીતા આપી

Video: PM નરેન્દ્ર મોદીએ આ રીતે પુતિનનું કર્યું સ્વાગત, ગિફ્ટમાં રશિયન ભાષામાં લખેલી ગીતા આપી

12/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: PM નરેન્દ્ર મોદીએ આ રીતે પુતિનનું કર્યું સ્વાગત, ગિફ્ટમાં રશિયન ભાષામાં લખેલી ગીતા આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે ભારતની બે દિવસીય મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પુતિનની ચાર વર્ષ બાદ પુતિનની આ યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત-અમેરિકાના સંબંધો બે દાયકામાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રાષ્ટ્રપતિ પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે. તેમણે અગાઉ 2021માં ભારતની મુલાકાત લીધી હતી. જોકે, વડાપ્રધાન મોદી તેમને 2024માં મોસ્કોમાં મળ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની છેલ્લી ભારત મુલાકાત 6 ડિસેમ્બર, 2021ના રોજ હતી.


PM નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કર્યું

PM નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કર્યું

કાળા સૂટ અને બૂટ પહેરેલા પુતિન વિમાનમાંથી ઉતરતાની સાથે જ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્ચર્યચકિત કરી દીધા. પ્રોટોકોલ તોડીને તેઓ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા. રશિયાન રાષ્ટ્રપતિ ઉતરતા જ વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથે ઉષ્માભર્યા અંદાજમાં હાથ મિલાવ્યો અને પછી તેમને ભેટી પડ્યા. રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરવા માટે પાલમ એરપોર્ટ પર પરંપરાગત નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ કલાકારોની પ્રશંસા કરી.

પાલમ એરપોર્ટથી,બંને નેતાઓ એક જ કારમાં પ્રધાનમંત્રીએ મોદીના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ સુધી ગયા. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આનો ફોટો શેર કર્યો. પ્રધાનમંત્રી નિવાસસ્થાને રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તુલના મોસ્કોમાં જુલાઈ 2024માં પુતિન દ્વારા કરવામાં આવેલા પ્રધાનમંત્રી મોદીના  સ્વાગત સાથે કરવામાં આવી રહી છે.


મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટ આપી

મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટ આપી

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં રશિયન રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, ‘મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીને મને ખૂબ ખુશી થઈ રહી ય છે. ભારત-રશિયા મિત્રતા મુશ્કેલ સમયની કસોટીમાંથી પસાર થઈ છે અને આપણા લોકોને ખૂબ ફાયદો થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા ભેટ આપી, જે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરી.

આજે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અને રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે મળશે. બંને નેતાઓ FICCI અને Roscongress દ્વારા આયોજિત એક વ્યાપારિક કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપશે. પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે ભારતથી રવાના થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top