રાષ્ટ્રપતિ પુતિનને આપ્યું સંગીતના તાલે ગાર્ડ ઓફ ઓનર, સાથે તેમણે બાપુને અર્પણ કરી શ્રદ્ધાંજલિ, જુઓ દ્રશ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ૨૩મી શિખર મંત્રણા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે શુક્રવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર મંત્રણા પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. અને તેમણે ૨૧ તોપોની સલામી સાથે સંગીતના તાલે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી ઉપરાંત, વિદેશ મંત્રી એસ જયશંકર, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને અન્ય ઘણા મહાનુભાવો રશિયન રાષ્ટ્રપતિના આગમન પહેલા રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં હાજર હતા. ત્યારબાદ પુતિન રાજઘાટ પર જવા રવાના થયા હતા. પુતિન બાદમાં હૈદરાબાદ હાઉસ ખાતે 23માં ભારત-રશિયા સમિટ માટે પીએમ મોદીને મળશે. રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પરત ફરતા પહેલા તેઓ બપોરે એક બિઝનેસ મીટિંગમાં પણ ભાગ લેવાના છે. જે દરમિયાન અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ડીલ થવાની શક્યતાઓ રહેલી છે.
ખાસ કરીને, સંરક્ષણ સંબંધોને પ્રોત્સાહન આપવું, ભારત-રશિયા વેપારને બાહ્ય દબાણથી દૂર રાખવું અને નાના મોડ્યુલર રિએક્ટરમાં સહયોગની શોધ કરવી એ બંને નેતાઓ વચ્ચેની શિખર બેઠકનું કેન્દ્રબિંદુ રહેશે. અને જ્યારે ભારત-અમેરિકાના સંબંધોમાં આવેલી તિરાડ સામે રશિયન નેતાની નવી દિલ્હી મુલાકાત વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. જેના પર બાકીના દેશોની ખાસ અમેરિકા અને ચાઈનાની બાજ નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આલિંગન સાથે પ્રોટોકોલ તોડીને સ્વાગત કર્યું, આ દરમિયાન કલાકારોના એક જૂથ દ્વારા પરંપરાગત નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા. એરપોર્ટથી બંને નેતાઓ ખાનગી રાત્રિભોજન માટે તેમની કારમાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને ગયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp