ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ આટલા મતદારોના નામ રદ થઈ શકે છે

ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ આટલા મતદારોના નામ રદ થઈ શકે છે

12/05/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ આટલા મતદારોના નામ રદ થઈ શકે છે

ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)  પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ  ગુજરાતમાં SIR અંતિમ તબક્કામાં છે. SIRનો આ તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સઘન ગણતરી બાદ રાજ્યની મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ રદ થવાની થવાની સંભાવના છે.


12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટલાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ

12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટલાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને SIR ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મ્સના ડિજિટલાઈઝેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 12 વિધાનસભા મતવિસ્તારમાં જલાલપોર બેઠક (નવસારી), ધાનેરા-થરાદ (બનાસકાંઠા), લીમખેડા-દાહોદ (ST), બાયડ (અરવલ્લી), ધોરાજી-જસદણ-ગોંડલ (રાજકોટ), કેશોદ (જૂનાગઢ), મહેમદાવાદ (ખેડા), અને ખંભાત (આણંદ)નો સમાવેશ થાય છે.


53 લાખથી વધુ નામ થઇ શકે છે રદ?

53 લાખથી વધુ નામ થઇ શકે છે રદ?

ચૂંટણી પંચ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગણતરી દરમિયાન 17 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત 6.14 લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર, જ્યારે 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું, 3.25 લાખ મતદારો રીપિટેડ હોવાનું સામે આવ્યું છે. આમ ગજરાતમાંથી કુલ 53  લાખથી વધુ મતદારો રદ થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top