Russia Earthquake: રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ; જાપાનમાં આવી ખતરનાક ત્સુનામી, લાખો લોકોને શહ

Russia Earthquake: રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ; જાપાનમાં આવી ખતરનાક ત્સુનામી, લાખો લોકોને શહેર ખાલી કરવાનો અપાયો આદેશ; જુઓ વીડિયો

07/30/2025 World

SidhiKhabar

SidhiKhabar

Russia Earthquake: રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ; જાપાનમાં આવી ખતરનાક ત્સુનામી, લાખો લોકોને શહ

Tsunami warnings: ભયાનક ભૂકંપથી આજે રશિયાની ધરતી હચમચી ગઈ. ભૂકંપ કામચાટકા દ્વીપકલ્પ નજીક આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી હતી. આટલી તીવ્રતાના ભૂકંપથી ત્સુનામીનો ભય ઉભો થયો છે. અમેરિકના ભૂકંપશાસ્ત્રીઓએ જાપાન, હવાઈ અને અલાસ્કાના ઘણા દરિયાકાંઠાના શહેરોમાં ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે. અમેરિકન ભૂ-વૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપ એટલો શક્તિશાળી છે કે પેસિફિક મહાસાગરમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે ત્સુનામીમાં ફેરવાઈ શકે છે. એટલે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


જાપાનના યોકોહામામાં વાગી રહ્યા છે સાયરન

જાપાનના યોકોહામામાં વાગી રહ્યા છે સાયરન

રશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ, જાપાનના સમુદ્રમાં ત્સુનામીના તેજ મોજા જોવા મળ્યા છે. યોકોહામામાં સાયરન વાગવા લાગ્યા છે. જાપાને ફુકુશિમા પ્લાન્ટ ખાલી કરાવી દીધો છે. દરિયા કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં પણ ત્સુનામીની ચેતવણી આપવામાં આવી છે.

જાપાનના ઇશિનોમાકી બંદર પર 50 સેમી (1.6 ફૂટ) ઊંચાઈની ત્સુનામી નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી ઊંચી ત્સુનામી છે. જાપાન સરકારે દરિયાકાંઠાના શહેરોમાંથી 9 લાખ લોકોને સ્થળાંતર કરવાની નોટિસ જાહેર કરી છે. ત્સુનામીની ચેતવણીને કારણે હવાઈના હોનોલુલુમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. ચેતવણીના સાયરન વાગવા લાગ્યા છે અને લોકો ઊંચા સ્થળોએ જઈ રહ્યા છે. હવાઈમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.


જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી તરફથી ચેતવણી

જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી તરફથી ચેતવણી

રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ, જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સી સક્રિય થઈ અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્સુનામીની ચેતવણી જાહેર કરી. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. જાપાનના NHK ટેલિવિઝન રિપોર્ટ અનુસાર, ભૂકંપ હોક્કાઈડોથી લગભગ 250 કિલોમીટર (160 માઈલ) દૂર હતો, એટલે હળવો કંપન અનુભવાયા હતા, પરંતુ ત્સુનામી આવી શકે છે.

રશિયામાં ભૂકંપનું કેન્દ્ર કામચટકા દ્વીપકલ્પ છે, જેના કારણે પેસિફિક મહાસાગરમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. રશિયા અને જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3-4 મીટર ઊંચા મોજા જોવા મળ્યા છે. હવાઈ અને અમેરિકન પશ્ચિમ કિનારા સુધીના સમગ્ર પેસિફિક ક્ષેત્રમાં ત્સુનામીનો ભય અનુભવાઈ રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top