રિઝોર્ટમાં યુવતી સાથે રેપ, મંગેતરના પિતરાઇ ભાઈએ જ ઘટનાને આપ્યો અંજામ
ઉત્તરાખંડના પ્રખ્યાત હિલ સ્ટેશન લેન્સડાઉન (જિલ્લો પૌરી ગઢવાલ)થી દિલ્હીની એક છોકરી પર બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને છોકરીના મંગેતરના પિતરાઈ ભાઈ દ્વારા અંજામ આપવામાં આવી છે. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આરોપીની શોધ-ખોળ તેજ કરવામાં આવી છે. દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારની રહેવાસી પીડિતા 23 ઓગસ્ટના રોજ પોતાના મંગેતર અને તેના 3 સંબંધીઓ સાથે પૌરી ગઢવાલ જિલ્લાના લેન્સડાઉન વિસ્તારમાં ફરવા ગઈ હતી. બધા લોકો ત્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતા છોકરીએ જણાવ્યું કે 23 ઓગસ્ટની રાત્રે તેનો મંગેતર, તેના મામા અને એક સંબંધી ડિનર માટે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા. તે સમયે, મંગેતરની કાકીનો પુત્ર હર્ષવર્ધન રૂમમાં આવ્યો અને તેણે યુવતી પર બળજબરી કરી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ડર અને શરમના કારણે તે રાત્રે તેના મંગેતરને કંઈ કહી ન શકી, પરંતુ બીજા દિવસે તેણે હિંમત ભેગી કરી અને તેના મંગેતરને પોતાની આપવીતી સંભળાવી. પરંતુ ત્યાં સુધીમાં આરોપી યુવક ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ પીડિતાએ 25 ઓગસ્ટના રોજ પૌરી ગઢવાલ જિલ્લાના લેન્સડાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. પોલીસે પીડિતાની તબીબી તપાસ કરાવી અને કોટદ્વારમાં તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું. સર્કલ ઓફિસર (ઓપરેશન) તુષાર બોરાએ PTIને જણાવ્યું કે આ કેસમાં ફરિયાદ મળતા જ FIR નોંધવામાં આવી છે અને આરોપીની શોધ-ખોળ ચાલુ છે. તપાસ અધિકારી સુમનલતાએ જણાવ્યું કે પીડિતાની તબીબી તપાસ બાદ, તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને પોલીસ ટૂંક સમયમાં ફરાર આરોપી હર્ષવર્ધનની ધરપકડ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp