સેવન્થ ડે સ્કૂલની વાલીઓને ધમકી! હત્યાના મામલે વાલીઓ વિરોધ કરશે કે તપાસમાં જોડાશે તો...
થોડા દિવસ અગાઉ ધોરણ 8ના વિદ્યાર્થિએ ધોરણ 10ના વિદ્યાર્થીને ચપ્પુ ઝીંકી દીધું હતું, જેના કારણે સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ અમદાવાદમા ભારે હોબાળો જોવા મળ્યો. ખાસ કરીને સિંધી સમાજમાં ભારે રોષ હતો. કેટલાક લોકોએ તો ત્યાં તોડફોડ પણ કરી હતી. એક રિપોર્ટમાં કહેવામા આવ્યું હતું કે અગાઉ આજ શાળામાં ધર્માન્તર્ણનો આ મામલાનો ખુલાસો થયો હતો, જોકે જે તે સ્માએ શાળા પ્રશાસને આ મામલો દબાવી દીધો હતો. તો હવે હત્યાના મામલે સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. પરંતુ શાળા પણ પોતાની મનામાની અને સત્તાની ઘમંડમાં ઉતારી આવી હોય તેમ લાગી રહ્યું છે. તેણે વાલીઓને ચોખ્ખી ધમકી આપી છે.
એક તરફ, એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે અને બીજી તરફ, વાલીઓને ન્યાય માગતા અટકાવવા માટે શાળાએ ધમકીભર્યો પત્ર લખીને શિક્ષણના પવિત્ર માહોલને લાંછન લગાવવાનું કામ કર્યું છે. આ પત્રમાં સ્પષ્ટ ધમકી અપાઈ છે કે જો કોઈ વાલી આ મામલે વિરોધ કરશે કે તપાસમાં જોડાશે તો તેમના બાળકને શાળામાંથી રસ્ટિગેટ કરી દેવામાં આવશે. આ કૃત્ય માત્ર અમાનવીય જ નહીં, પણ સત્તાના ઘમંડનું પ્રતિક છે.
આ પત્રમાં શાળાએ પોતાની બેદરકારી છુપાવવા માટે અનેક લૂલા બચાવ કર્યા છે. શાળાનો દાવો છે કે, ઘટના શાળાની બહાર બની હતી અને તેમણે વિદ્યાર્થી નયનને પૂરતી મદદ કરી હતી. પરંતુ, આ પત્રનો મુખ્ય ઉદ્દેશ પોતાના કૃત્ય પર પડદો પાડી વાલીઓને ચૂપ કરાવવાનો છે. ‘ઝીરો ટોલરન્સ પોલિસી’નું બહાનું આપીને શાળાએ વાસ્તવમાં પોતાની ભૂલો પ્રત્યેની પોતાની ઝીરો-ટોલરન્સની નીતિ પ્રદર્શિત કરી છે. શાળાનો આ પત્ર દર્શાવે છે કે તેમના માટે બાળકોની સુરક્ષા કરતાં તેમની પોતાની પ્રતિષ્ઠા વધુ મહત્ત્વની છે. આ એક એવો ગુનો છે જે કાયદાકીય નહીં પણ નૈતિક દૃષ્ટિએ માફ કરવા યોગ્ય નથી.
શાળાના આ ધૃણાસ્પદ કૃત્ય બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને દરમિયાનગીરી કરવી પડી. DEOએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગભરાવું નહીં તેવું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, પત્ર કેમ લખવામાં આવ્યો તેનો શાળા પાસે તાત્કાલિક ખુલાસો માગવામાં આવશે અને જરૂર પડ્યે કડક કાર્યવાહી કરવામાં આવશે. DEOનું આ નિવેદન રાહતભર્યું છે, પરંતુ વાલીઓ અને જનતાની અપેક્ષા છે કે આ માત્ર નિવેદન નહીં પણ નક્કર પગલાં હોય. આ સમયે માત્ર નોટિસ આપીને સંતોષ માનવાની જગ્યાએ શાળાની માન્યતા રદ કરવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. આ ઘટના અન્ય શાળાઓ માટે પણ એક ચેતવણીરૂપ દાખલો બનવી જોઈએ.
સેન્વથ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના એક અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છતા સરકાર તરફથી શાળા સામે કાર્યવાહી કરવા માટે તેની પાસેથી BU પરમિશન-સ્કૂલ માન્યતા સહિતના તમામ પુરાવા માગવામાં આવ્યા છે. સરકાર પાસે હાલ સ્કૂલ સંબંધિત કોઈ પણ માહિતી ન હોવાથી સરકારના નિરદેશને લઈને અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો આધર-પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ અગાઉ DEO દ્વારા સેવન્થ ડે સ્કૂલને બે વખત કારણ દર્શક નોટિસ ફટકારી હતી, જેમાં માન્યતા-NOC રદ કેમ ન કરવી તેની કારણ દર્શક નોટિસ સામે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યોએ DEOને રૂબરૂ મળી ખુલાસો કર્યો હતો. જોકે તેને DEOએ માન્ય રાખ્યો નહોતો. અને સ્કૂલ મેનેજમેન્ટને આચાર્ય-બેજવાબદાર સ્ટાફને છુટા કરવા આદેશ આપ્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી હોવાથી અને ABVP, NSUIથી લઈને વિવિધ સંગઠનો તેમજ સ્થાનિકો, વાલીઓમાં ભારે આક્રોશ છે. તો વેપારી મહામંડળ પણ એક દિવસનો બંધ પાળી આ મુદ્દે વિરોધ રજૂ કર્યો છે. પરંતુ પરંતુ સરકાર પાસે સ્કૂલ સંબંધીત જરૂરી માહિતી-વિગતો ઉપલબ્ધ ન હોવાથી DEOને તમામ આધાર-પુરાવા માંગવા સૂચના આપવામાં આવી હતી, જેને પગલે અમદાવાદ શહેર DEOએ સ્કૂલ મેનેજમેન્ટને પરિપત્ર જાહેર કરીને BU પરમિશન, સરકારની NOC, ICSE એફિલિએશન, વિદ્યાર્થી સંખ્યા-શિક્ષક પગાર સહિતની તમામ માહિતી પુરાવા સાથે માગી છે. શાળાએ આજે આ તમામ માહિતી રજૂ કરવા કડક આદેશ કરાયો છે. તો બીજી તરફ DEO દ્વારા અપાયેલા આદેશને કારણે આચાર્ય અને સિક્યુરિટી-એડિમિનિસ્ટ્રેટિવ સ્ટાફને છુટા કરવા પ્રક્રિયા શરુ કરાઈ છે, તેમજ થોડા દિવસમાં નવા આચાર્યની નિમણૂક પણ થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp