જાપાન પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીનું અનોખા અંદાજમાં કરાયું સ્વાગત, ત્યારે પ્રધાનમંત્રીએ આ આશાઓ

જાપાન પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીનું અનોખા અંદાજમાં કરાયું સ્વાગત, ત્યારે પ્રધાનમંત્રીએ આ આશાઓ વ્યક્ત કરી, જાણો વિગતો.

08/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

જાપાન પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીનું અનોખા અંદાજમાં કરાયું સ્વાગત, ત્યારે પ્રધાનમંત્રીએ આ આશાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓગસ્ટથી ચાર દિવસ માટે જાપાન અને ચીનની મુલાકાતે ગયા છે. જાપાન પહોંચતાની સાથે જ પ્રધાનમંત્રી મોદીને જોવા અને તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઇ લોકો રાજધાની ટોક્યોમાં હાજર રહ્યા હતા. મોદીના આગમન સમયે જાપાની નાગરિકોએ ગાયત્રી મંત્રનો પાઠ કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

ભારતીય મૂળના લોકો ઉત્સાહિત જોવા મળ્યા

સ્થાનિક કલાકારોએ પરંપરાગત ભારતીય નૃત્ય રજૂ કરીને અનોખું સ્વાગત કર્યું. ટોક્યોની હોટલમાં મોદીએ  એનઆરઆઇ લોકોને મળ્યા અને સૌ સાથે હાથ હલાવીને જોડાયા હતા. આ દરમિયાન કલાકાર માયોનીએ રાજસ્થાની લોકગીત ગાયું હતું અને એક ભરતનાટ્યમ કલાકારે પણ પોતાના નૃત્ય દ્વારા પ્રધાનમંત્રી મોદીને મળવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભારતીય મૂળના લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા.

ત્યારે જાપાનના ટોક્યો એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “હું ટોક્યો આવી ગયો છું. ભારત અને જાપાન સતત તેમના વિકાસલક્ષી સહયોગને મજબૂત બનાવી રહ્યા છે. હું પ્રધાનમંત્રી ઇશિબા અને અન્ય નેતાઓ સાથે મુલાકાત માટે આતુર છું, જે હાલની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને સહકારના નવા માર્ગો ખોલશે.”

આ પ્રવાસ દરમિયાન મોદી જાપાન સાથે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા તથા ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયત્નો પર ખાસ ધ્યાન આપશે. ખાસ કરીને, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ જોવા મળે છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

ત્યારે જાપાનના ટોક્યો એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “હું ટોક્યો આવી ગયો છું. ભારત અને જાપાન સતત તેમના વિકાસલક્ષી સહયોગને મજબૂત બનાવી રહ્યા છે. હું પ્રધાનમંત્રી ઇશિબા અને અન્ય નેતાઓ સાથે મુલાકાત માટે આતુર છું, જે હાલની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે અને સહકારના નવા માર્ગો ખોલશે.”

આ પ્રવાસ દરમિયાન મોદી જાપાન સાથે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા તથા ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયત્નો પર ખાસ ધ્યાન આપશે. ખાસ કરીને, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ જોવા મળે છે.

ભારતના રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાઓને આગળ લઈ જશે

જાપાનમાં પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ વાટાઘાટોમાં જાપાન ભારતમાં તેના રોકાણના લક્ષ્યોને બમણું કરવાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. સાથે સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને અન્ય અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.

મોદીએ પ્રવાસ પહેલા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જાપાન અને ચીનની મુલાકાતો ભારતના રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાઓને આગળ લઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, આ મુલાકાતો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસ માટે અર્થપૂર્ણ સહયોગ ઊભો કરવામાં મદદરૂપ થશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top