Video: ફરી એકવાર ક્રેશ થતાં વિમાનનો વીડિઓ થયો વાઈરલ, જોનારના રૂંવાડા ઊભા થઈ જશે! જાણો સંપૂણ વિગ

Video: ફરી એકવાર ક્રેશ થતાં વિમાનનો વીડિઓ થયો વાઈરલ, જોનારના રૂંવાડા ઊભા થઈ જશે! જાણો સંપૂણ વિગતો

08/29/2025 Videos

SidhiKhabar

SidhiKhabar

Video: ફરી એકવાર ક્રેશ થતાં વિમાનનો વીડિઓ થયો વાઈરલ, જોનારના રૂંવાડા ઊભા થઈ જશે! જાણો સંપૂણ વિગ

ગુરુવારે મધ્ય પોલેન્ડના રાડોમમાં એરશો માટે રિહર્સલ દરમિયાન પોલિશ એરફોર્સનું F-16 ફાઇટર જેટ ક્રેશ થતાં એક પાઇલટનું મોત થયું. આ અકસ્માત બાદ, સપ્તાહના અંતે યોજાનારા રાડોમ એરશો રદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં વિમાન આગમાં લપેટાઈ ગયું હોવાનું દેખાય રહ્યું છે.


સમગ્ર પોલીશ આર્મી માટે એક મોટું નુકસાન

અહેવાલો અનુસાર, વિમાન 1730 GMT ની આસપાસ રનવે પર ક્રેશ થયું હતું. સરકારી પ્રવક્તા એડમ સ્ઝલાપકાએ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં પાઇલટનું મૃત્યુ થયું છે અને તેમણે એમ પણ કહ્યું કે, સંરક્ષણ પ્રધાન વ્લાદિસ્લાવ કોસિનિયાક-કામિસ અકસ્માત સ્થળ પર જઈ રહ્યા હતા.



ત્યારે સંરક્ષણ પ્રધાને પણ X પર પોસ્ટ કરી પાઇલટના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને ઉમેર્યું હતું કે, તેઓ પણ ઘટનાસ્થળે હાજર હતા. 'એક અધિકારી જેણે હંમેશા સમર્પણ અને અજોડ હિંમત સાથે પિતૃભૂમિની સેવા કરી. હું તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે, હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ વાયુસેના અને સમગ્ર પોલીશ આર્મી માટે એક મોટું નુકસાન છે," કોસિનિયાક-કામિસે કહ્યું.


રાડોમ એર શો રદ કર્યો

રાડોમ એરશો સાઇટ જણાવે છે કે, ટાઇગર ડેમો ટીમ તેમના F-16 ફાઇટીંગ ફાલ્કન સાથે એરશોનો ભાગ હશે અને વિમાન ઉડાડનાર વ્યક્તિ ક્રાકોવિયન હશે, જેને "પોલેન્ડના સૌથી અનુભવી અને જાણીતા એર ડિસ્પ્લે પાઇલટ્સમાંના એક" તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ રાડોમ એર શો વોર્સોથી લગભગ 100 કિલોમીટર (62 માઇલ) દક્ષિણમાં યોજાવાનો હતો. જે હવે રદ કરાયો છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top