આ રાજ્યમાં હિન્દી ભાષાનો ઉપયોગ બની જશે ગુનો? ઉપયોગ પર પ્રતિબંધ મુકતું બિલ આવશે! જાણો વિવાદ

આ રાજ્યમાં હિન્દી ભાષાનો ઉપયોગ બની જશે ગુનો? ઉપયોગ પર પ્રતિબંધ મુકતું બિલ આવશે! જાણો વિવાદ

10/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યમાં હિન્દી ભાષાનો ઉપયોગ બની જશે ગુનો? ઉપયોગ પર પ્રતિબંધ મુકતું બિલ આવશે! જાણો વિવાદ

તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડી.એમ.કે. સરકાર રાજ્ય વિધાનસભામાં એક બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં રાજ્યભરમાં હોર્ડિંગ્સ, બોર્ડ, ફિલ્મો અને ગીતોમાં હિન્દી ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે. આ બિલ જાહેર મીડિયા અને સાઇનબોર્ડમાં હિન્દીની હાજરીને પણ લક્ષ્ય બનાવે છે. માહિતી મુજબ, પ્રસ્તાવિત કાયદો બંધારણીય મર્યાદામાં રહેવા માટે બનાવવામાં આવશે.



પ્રતિક્રિયાઓ અને ટીકાઓ

પ્રતિક્રિયાઓ અને ટીકાઓ

આ મામલે ડીએમકે નેતાઓની દલીલ છે કે, આ બિલ પ્રાદેશિક ભાષાઓ પર હિન્દી લાદવાના તેમના પ્રયાસનો જવાબ છે. વરિષ્ઠ પક્ષના નેતા ટી.કે.એસ. એલંગોવનએ કહ્યું કે, "અમે બંધારણ વિરુદ્ધ કંઈ કરીશું નહીં. અમે તેનું પાલન કરીશું. માત્ર અમે હિન્દી લાદવાના વિરોધમાં છીએ." સરકારના આ પગલાને ઘણા લોકો તમિલનાડુમાં લાંબા સમયથી ચાલતા ભાષાકીય રાજકારણના ભાગ રૂપે જુએ છે, જ્યાં હિન્દી લાદવાનો વિરોધ રાજ્યની રાજકીય સંસ્કૃતિમાં ઊંડા મૂળ ધરાવે છે.

ભાજપ દ્વારા આ પ્રસ્તાવિત બિલની સખત નિંદા કરાઈ છે. વિનોજ સેલ્વમે તેને 'વાહિયાત' ગણાવી ભાષાને રાજકીય સાધનમાં ફેરવવા સામે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ડીએમકે ફોક્સકોન રોકાણ વિવાદ અને તિરુપરકુંદ્રમ, કરુર તપાસ અને આર્મસ્ટ્રોંગ મુદ્દાઓને લગતા કેસોમાં કાનૂની અડચણો જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માંગે છે.


ભાષાકીય વિવાદ

ભાષાકીય વિવાદ

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ સરકારોએ ઐતિહાસિક રીતે શિક્ષણમાં ત્રણ ભાષાના સૂત્ર (જે હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપે છે) નો વિરોધ કર્યો છે, બે ભાષા નીતિ (તમિલ અને અંગ્રેજી) ની તરફેણ કરી છે. સ્ટાલિને અગાઉ કહ્યું હતું કે રાજ્ય હિન્દીનો વિરોધ કરશે નહીં જ્યાં સુધી તે લાદવામાં ન આવે. આ વર્ષની શરૂઆતમાં પણ , રાજ્યએ તેના 2025-26 ના બજેટ સંદેશાવ્યવહારમાં રાષ્ટ્રીય રૂપિયાના પ્રતીક (₹) ને તમિલ લિવ્યંતરણ 'ரூ' (ru) થી બદલ્યું હતું. તે પગલાથી પણ પ્રતીકવાદ અને ભાષાના દાવા પર ચર્ચા શરૂ થઈ.

તમિલનાડુ સરકાર કાયદાકીય નિષ્ણાતોને મુસદ્દામાં સામેલ કરીને બિલને બંધારણીય રીતે પસાર કરાવવાનો પ્રયાસ કરી રહી હોવાના અહેવાલ છે, પરંતુ આવા કાયદાને કોર્ટના પડકારોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, ખાસ કરીને ભેદભાવ અથવા લઘુમતી અધિકારોના ઉલ્લંઘનના આધારે. આ બિલ ન્યાયિક તપાસમાં ટકી શકશે કે, નહીં તે તેના પર નિર્ભર કરે છે કે તે કેટલી સંકુચિત રીતે ઘડવામાં આવ્યું છે, છૂટછાટો આપવામાં આવે છે કે નહીં, અને તે બંધારણીય રક્ષણોનું સન્માન કરે છે કે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top