‘મારે આ અંગે કંઈ કહીને વિવાદ ઊભો કરવાની જરૂર નથી...’ મોહમ્મદ શમીએ આવું શા માટે કહ્યું?
ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થવાની છે. તે શ્રેણી અગાઉ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ ચર્ચામાંછે, પરંતુ મોહમ્મદ શમી પણ લાઈમલાઇટમાં છે. ફાસ્ટ બોલર શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ભારતીય ટીમ માટે એક પણ મેચ રમી નથી. તેને પહેલા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી, પછી એશિયા કપ અને હવે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે, મોહમ્મદ શમીએ આખરે બહાર થવા પર પોતાનું મૌન તોડ્યું છે.
સમાચાર એજન્સી PTI અનુસાર, મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે ટીમમાં પસંદગી ન થવા અંગે કહ્યું હતું કે, ‘હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે પસંદગી મારા હાથમાં નથી. જો કોઈ ફિટનેસ સમસ્યા હોત તો હું બંગાળ માટે ન રમતો હોત. મારે આ અંગે કંઈ કહીને વિવાદ ઊભો કરવાની જરૂર નથી. જો હું રણજી ટ્રોફીમાં 4 દિવસીય મેચ રમી શકું છું, તો હું 50 ઓવરના ફોર્મેટમાં પણ રમી શકું છું.’
શમીએ એમ પણ કહ્યું કે અપડેટ્સ આપવાનું કે માગવાનું, એ બધુ તેમની જવાબદારી છે. અપડેટ્સ આપવાનું, માંગવાનું મારું કામ નથી. પોતાની ફિટનેસ અંગે તેમને અપડેટ્સ આપવાનું મારું કામ નથી. મારું કામ NCA જવાનું, તૈયારી કરવાનું અને મેચ રમવાનું છે. કોણ તેમને અપડેટ્સ આપે છે અને કોણે નથી આપ્યું તે તેમની વાત છે. તે મારી જવાબદારી નથી.’
શમીના નિવેદનને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરતી વખતે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું હતું કે તેમની પાસે મોહમ્મદ શમીને લઈને કોઈ અપડેટ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp