ભારતમાં બનેલી 3 કફ સિરપ પર WHOની વૈશ્વિક ચેતવણી, બાળકો માટે ગણાવી જોખમી
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારતમાં ઉત્પાદિત ત્રણ ઓરલ લિક્વિડ દવાઓ અંગે વૈશ્વિક ચેતવણી જાહેર કરી છે. આ દવાઓ હલકી ગુણવત્તાવાળી હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં ઘાતક રસાયણ ડાયથિલિન ગ્લાયકોલ (DEG) હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ભારતમાં બાળકોના મૃત્યુના સ્થાનિક કિસ્સાઓ સામે આવ્યા છે.
WHOએ 8 ઓક્ટોબર, 2025ના રોજ ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી મળેલા અહેવાલના આધારે આ તબીબી ઉત્પાદન ચેતવણી જાહેર કરવામાં આવી છે. WHOએ ભારતમાં બાળકોમાં તીવ્ર બીમારી અને મૃત્યુના સ્થાનિક જૂથોની ઓળખ બાદ, CDSCOએ 30 સપ્ટેમ્બરના રોજ આ કાર્યવાહી કરી હતી. દૂષિત દવાઓ કથિત રીતે અસરગ્રસ્ત બાળકો દ્વારા સેવનમાં આવી હોવાના અહેવાલ છે. દૂષિત મળી આવેલી 3 ઓરલ લિક્વિડ દવાઓમાં સામાન્ય શરદી, ફ્લૂ અથવા ઉધરસના લક્ષણોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા સક્રિય ઘટકોવળી છે.
COLDRIF (ઉત્પાદક: Sresan ફાર્માસ્યુટિકલ)
Respifresh TR (ઉત્પાદક: Rednex ફાર્માસ્યુટિકલ્સ)
ReLife (ઉત્પાદક: Shape Pharma)
ભારતમાં ઉત્પાદન પર રોક અને રિકોલ શરૂ
CDSCOએ WHOને જાણ કરી છે કે ભારતમાંથી કોઈ દૂષિત દવાઓની નિકાસ કરવામાં આવી નથી અને હાલમાં ગેરકાયદેસર નિકાસના કોઈ પુરાવા નથી. CDSCOએ પુષ્ટિ કરી છે કે સંબંધિત રાજ્ય ઓથોરિટીઓ આ ઉત્પાદન સ્થળો પર ઉત્પાદન તાત્કાલિક બંધ કરવાનો અને ઉત્પાદન અધિકૃતતા સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, દૂષિત ઉત્પાદનોને રિકોલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. CDSCOએ WHOને જાણ કરી છે કે હાલમાં ભારતમાંથી દૂષિત દવાઓની નિકાસના કોઈ પુરાવા મળ્યા નથી.
જોકે નિકાસના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ WHOએ તમામ રાષ્ટ્રીય નિયમનકારી ઓથોરિટીઓ (NRA)ને સતર્ક રહેવાની સલાહ આપી છે. WHOએ લક્ષિત બજાર દેખરેખ પર વિચારણાને પ્રોત્સાહન આપ્યું છે, ખાસ કરીને અનૌપચારિક અને અનિયંત્રિત સપ્લાય ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરીને જ્યાં ઉત્પાદનો જાણ બહાર પ્રસારિત થઈ શકે છે.
NRAsને એ સલાહ આપવામાં આવી છે કે ડિસેમ્બર 2024થી વિશેષ રૂપે એ જ ઉત્પાદન સ્થળોએથી આવતી કોઈપણ ઓરલ લિક્વિડ દવા સાથે સંકળાયેલા જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની સલાહ આપવામાં આવી છે. WHO પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા, દૂષણના સ્ત્રોતને ઓળખવા અને સંભવિત જાહેર આરોગ્ય જોખમોને ઘટાડવા માટે ભારતીય આરોગ્ય અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp