બિહારના વાયુસેનાના અધિકારીની આ હરકતે લોકોને ચોંકાવી દીધા, કહ્યું- મારે જાણવું હતું કે લોકો મને

બિહારના વાયુસેનાના અધિકારીની આ હરકતે લોકોને ચોંકાવી દીધા, કહ્યું- મારે જાણવું હતું કે લોકો મને કેટલો પ્રેમ કરે છે! જાણો

10/15/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

બિહારના વાયુસેનાના અધિકારીની આ હરકતે લોકોને ચોંકાવી દીધા, કહ્યું- મારે જાણવું હતું કે લોકો મને

બિહારના ગયાજીમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ પોતાના જ મોતનું નાટક રચી પોતાની અંતિમયાત્રા કઢાવી હતી. અને આમ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે, તે જાણવા માગતો હતો કે, તેના મૃત્યુ બાદ કેટલા લોકો તેની અંતિમ વિધિમાં હાજર રહેશે અને કેવુ દુઃખ વ્યક્ત કરશે.


શા માટે આવું કર્યું?

શા માટે આવું કર્યું?

74 વર્ષીય મોહનલાલ કે જે વાયુસેનામાં અધિકારી રહી ચુક્યા છે, તેમણે જીવતેજીવ મૃત હોવાનો ડોળ કર્યો હતો. અને આમાં તેના પરિવાર તથા મિત્રોએ પણ મોહન લાલના આ ડોળમાં સહકાર આપી તેની અંતિમયાત્રાની તમામ તૈયારીઓ કરાવી હતી. તેની આ નકલી અંતિમયાત્રામાં સેંકડો લોકો જોડાયા હતાં. ઉપરાંત બેન્ડબાજા સાથે 'રામ નામ સત્ય હૈ'ના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. સાઉન્ડ સિસ્ટમમાં 'ચલ ઉડ જા રે પંછી, અબ દેશ હુઆ બેગાના' ની ધૂન પણ વાગી રહી હતી.

મોહનલાલની અંતિમવિધિમાં ભાગ લેવા દરેક ગ્રામજનો સ્મશાન પહોંચ્યા હતાં. સ્મશાનઘાટ પહોંચ્યા બાદ પહેલા તેમનું પ્રતિકાત્મક પૂતળુ બાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સામૂહિક ભોજનનું પણ આયોજન કર્યું હતું. આ ઘટના આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી. મોહનલાલ એ જણાવ્યું કે, હું જોવા માગતો હતો કે, મારી અંતિમ વિધિમાં કોણ-કોણ સામેલ થાય છે. કોણ મર્યા બાદ અર્થી ઉઠાવે છે. પરંતુ હું આ દ્રશ્ય પોતે જ જોવા માગતો હતો કે, મારા મર્યા બાદ લોકો મારૂ કેટલુ સન્માન કરે છે, મને કેટલો સ્નેહ આપે છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ખૂબ આનંદ થયો

ખૂબ આનંદ થયો

મોહનલાલે કહ્યું કે, વાયુસેનામાંથી નિવૃત્ત થયા પછી, દેશની સેવા કર્યા પછી મારા ગામ અને સમાજની સેવા કરવાની ઇચ્છા હતી. મારા ગામમાં, ચોમાસામાં અગ્નિસંસ્કાર કરવામાં ખૂબ  સમસ્યા થાય છે. અને આ સમસ્યાને ધ્યાનમાં લેતાં મને સ્મશાન બનાવવાની ઇચ્છા થઈ. અને મેં આ ઈચ્છા પૂરી કરી. અને તેના જ ઉદ્ઘાટન દરમિયાન મેં મારી પોતાની અંતિમયાત્રા કાઢી હતી. મારી અંતિમયાત્રામાં ભાગ લેનારા લોકોને જોઈને મને ખૂબ આનંદ થયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top