Gujarat ATS: ગુજરાત ATSને મોટી સફળતા! અલ-કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ધરપકડ, આ જગ્યાએથી દબોચી
Al Qaeda operative Sama Parveen arrested by Gujarat ATS in Bengaluru: ગુજરાત ATSને ફરી એક વખત મોટી સફળતા મળી છે, અલ કાયદાના આતંકવાદી મોડ્યૂલ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ બેંગ્લોરથી અલ-કાયદાના આતંકવાદી મોડ્યુલની એક મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે.
કર્ણાટકની રહેવાસી શમા પરવીન અલ કાયદાના સમગ્ર મોડ્યૂલનું સંચાલન કરતી હતી. ગુજરાત ATS દ્વારા કર્ણાટકથી આ મહિલા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભે પૂછપરછ ચાલી રહી છે. 30 વર્ષીય શમા પરવીન AQIS ની મુખ્ય મહિલા આતંકવાદી છે.
થોડા દિવસ પહેલા જ ગુજરાત ATS દ્વારા 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 2 ગુજરાત,એક દિલ્હી અને એકની નોઇડાથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ અને મોડાસામાંથી પણ આતંકી ઝડપાયા હતા. આ આતંકી અલકાયદાના ઈન્ડિયા મોડ્યુલ સાથે જોડાયેલા હતા. તો આજે અલકાયદાના માસ્ટર માઈન્ડની ધરપકડ કરવામાં આવી હતી, જે આ ચારેયના સંપર્કમાં હતી.
ATS દ્વારા મોહમ્મદ ફઈક, મોહમ્મદ ફરદીન, સેફુલ્લા કુરેશી, ઝીશાન અલીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આતંકીઓ 20-25 વર્ષની ઉંમરના હતા. તેમને ભારતમાં હુમલો કરવા મોટા ટાર્ગેટ મળવાના હતા, તેવી પણ માહિતી મળી રહી છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા એપથી એકબીજા સાથે જોડાયેલા હતા. તપાસ દરમિયાન આતંકીઓના સરહદ પાર કનેક્શન સામે આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp