Operation Mahadev: પહેલગામમાં ધર્મ પૂછીને મારનારા ત્રણેય આતંકીઓને સેનાએ કર્યા ઠાર, આ જગ્યાએ થયું એનકાઉન્ટર
3 suspected Pahalgam terrorists killed in Armys Operation Mahadev: સોમવારે સુરક્ષા બળોએ શ્રીનગરના લીડવાસ વિસ્તારમાં ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ એક મોટી કાર્યવાહી કરતા પહેલગામ આતંકી હુમલામાં સામેલ ધ રેસિસ્ટંસ ફ્રન્ટ (TRF)ના ત્રણેય આતંકીઓને ઠાર મારી દીધા છે. આ ઓપરેશનને સેના અને જમ્મુ-કશ્મીર પોલીસની સંયુક્ત ટીમે અંજામ આપ્યો. આ આતંકીઓ હોવાની માહિતી મળતા જ સુરક્ષા બળ આ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહ્યા હતા. એનકાઉન્ટરમાં ત્રણેય આતંકી માર્યા ગયા છે.
લીડવાસ શ્રીનગરનો બાહ્ય અને ગાઢ જંગલવાળું ક્ષેત્ર છે, જે ત્રાલથી પહાડી રસ્તા દ્વારા જોડાય છે. આ વિસ્તારમાં અગાઉ પણ TRFની આતંકી ગતિવિધિઓના સમાચાર આવતા રહ્યા છે. આ દરમિયાન CRPF અને જમ્મુ-કશ્મીર પોલીસનું વધુ એક સંયુક્ત ઓપરેશન દાછીગામ ફોરેસ્ટના ઉપલા હિસ્સામાં ચાલી રહ્યું છે. આ એજ ક્ષેત્ર છે જ્યાં જાન્યુઆરીમાં પણ TRFનું એક ઠેકાણું ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. દાછિગામમાં સોમવારે સર્ચ ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબાર શરૂ થયો હતો, જેથી એ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો અને ઓપરેશન તેજ કરી દીધું હતું. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે જંગલોમાં હજી પણ TRFના વધુ આતંકી છુપાયેલા હોય શકે છે.
દાછિગામ જંગલને પહેલા જ TRFનું મુખ્ય હાઈડઆઉટ માનવમાં આવે છે. આ ગ્રુપે તાજેતરમાં જ LoC પાસે લેન્ડ માઇન્સ બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી, જેમાં એક જવાન શહીદ થયા હતા. સ્થાનિક પ્રશાસને લોકોને અપીલ કરી છે કે તેઓ ઓપરેશન ચાલી રહ્યું હોવાને કારણે ઘરોમાં જ રહે છે ક્ષેત્રથી દૂર રહે. આ વિસ્તારમાં સુરક્ષા બળોની ભારે તૈનાતી છે અને ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp