‘પ્રેમ કરવો કોઈ ગુનો નથી, જો સગીર...’, POCSO એક્ટમાં બદલાવ પર સુપ્રીમ કોર્ટે કરી આ ટિપ્પણી

‘પ્રેમ કરવો કોઈ ગુનો નથી, જો સગીર...’, POCSO એક્ટમાં બદલાવ પર સુપ્રીમ કોર્ટે કરી આ ટિપ્પણી

08/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘પ્રેમ કરવો કોઈ ગુનો નથી, જો સગીર...’, POCSO એક્ટમાં બદલાવ પર સુપ્રીમ કોર્ટે કરી આ ટિપ્પણી

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચ બાળ જાતીય દુર્વ્યવહાર નિવારણ અધિનિયમ (POCSO એક્ટ) અને બાળ અધિકારોના રક્ષણ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આ ટિપ્પણી એવી અરજીઓની સુનાવણી દરમિયાન આવી હતી, જેમાં એવી માગ કરવામાં આવી હતી કે POCSO એક્ટનો દુરુપયોગ અટકાવવા માટે માર્ગદર્શિકા બનાવવામાં આવે. ખાસ કરીને ત્યારે જ્યારે સગીરો પરસ્પર સહમતિથી સંબંધ બનાવે છે.

સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, તે મુસ્લિમ છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર સંબંધિત મુદ્દા પર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી નહીં કરે. આ અગાઉ વર્ષ 2022માં, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે 21 વર્ષના મુસ્લિમ યુવક અને 16 વર્ષની મુસ્લિમ છોકરીના પ્રેમ લગ્નને મુસ્લિમ પર્સનલ લૉની જોગવાઈઓ હેઠળ કાયદેસર ગણ્યા હતા. હાઇકોર્ટમાં આ મામલો તે અરજી સાથે જોડાયેલો હતો જેમાં પરિણીત યુગલે પોતાના રક્ષણ માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.


સુપ્રીમ કોર્ટની આપત્તિઓ

સુપ્રીમ કોર્ટની આપત્તિઓ

હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ NCPCRએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાની બેન્ચે પૂછ્યું કે, NCPCRનો આ મામલા સાથે શું સંબંધ છે? જો કમિશન આ કેસમાં પક્ષકાર ન હોય, તો અપીલ દાખલ કરવાનું કોઈ ઔચિંત્ય બનતું નથી. આ કેસમાં લગ્ન બંનેની સહમતિથી થયા હતા.


કોર્ટે NCWની અરજી ફગાવી દીધી

કોર્ટે NCWની અરજી ફગાવી દીધી

જસ્ટિસ નાગરત્નાએ ટિપ્પણી કરી કે, ‘જો હાઇકોર્ટ બે બાળકોને રક્ષણ આપે છે, તો NCPCR આવા આદેશને કેવી રીતે પડકારી શકે? કમિશન એવું ન કહી શકે કે બાળકોને રક્ષણ ન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top