Video: AAPની સભામાં લાફાવાળી! સવાલ પૂછનાર યુવકને પાર્ટીના કાર્યકરે ઇસુદન ગઢવી સામે જ થપ્પડ મારી દીધી અને નેતાજી જોતા રહ્યા
Morbi News: આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સોમવારે મોરબીની મુલાકાતે હતા. અહીં AAPની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ હાજર રહ્યા હતા. આ જનસભામાં પાર્ટીનાં આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ જનસભાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં AAPનો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધા સામે લાફો મારતો નજરે પડે છે. આ વીડિયો સામે આવતા હવે આપનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી સવાલોના ઘેરામાં આવી ગયા છે.
મોરબીમાં AAPની જનસભામાં એક નાગરિકને લાફો મારવામાં આવ્યો છે. આ વ્યક્તિએ AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને સવાલ કર્યો હતો. ત્યારબાદ AAPના કાર્યકરે સવાલ પૂછનાર વ્યક્તિને લાફો માર્યો હોવાનો આરોપ છે. જેના કારણે મોરબીના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદમાં ભોગ બનનાર યુવકે મોરબી A ડિવિઝનમાં પોલીસ અરજી કરી છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ મામલાને લઈને AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, અમને ડિસ્ટર્બ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે. મોરબીમાં વિસાવદર વાડી કરવાના માહોલથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. પરંતુ અમે ડરવાના નથી. આ નિમ્ન કક્ષાની હરકતો કહેવાય. આ પહેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા લાફા કાંડમાં ફસાઈ ચૂક્યા છે.
જે વ્યક્તિએ લાફો મારવાનો આક્ષેપ કર્યો તેનું નામ ભરત ફુલતરિયા છે, તેણે મીડિયા સાથેની વાતચીત કરતા પોતાનું માનતવ્ય વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘તમે (AAP) શીશમહેલ કર્યો, તમારા 4-5 નેતા જેલમાં છે, જામીન પર છે, મુખ્યમંત્રીનો 35 કરોડનો તમે મહેલ બનાવો, અત્યારે એ સડે છે. એવું જ મેં કીધું ત્યારે મને બાજુમાં લઇ ગયા અને ધોળી દાઢીવાળા ભાઈએ મને લાફો માર્યો. વિરોધ કર્યો એટલે તેણે મને માર્યો પછી કોઈને પણ મારશે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp