7 વર્ષથી ગુમ થયેલા પતિને મહિલાએ આ રીતે શોધ્યો!? હવે વળતર મેળવવા માટે લડશે કાનૂની જંગ, કેમકે પતિએ તો વસાવી લીધી....જાણો હકીકત
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલા સોશિયલ મીડિયા પર રીલ્સ જોઈ રહી હતી, તે દરમિયાન તેને 7 વર્ષથી ગુમ થયેલા તેના પતિ વિશે ખબર પડી. જેમાં તેનો પતિ પોતાની બીજી પત્ની સાથે રીલ્સ બનાવી રહ્યો હતો. આમ, મહિલાને તેના પતિની હકીકતની ખબર પડી ગઈ હતી. મહિલા છેલ્લા 7 વર્ષથી તેના પતિના ગુમ થયા બાદ ગરીબી ભર્યું નોધારું જીવન જીવવા મજબુર હતી.
પતિ ગુમ થયા પછી, તેના પરિવારે તે મહિલા અને તેના પરિવાર પર તેમના પુત્રને ગાયબ કરી તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી, તે પત્ની તેના માસૂમ પુત્ર સાથે ગરીબીમાં જીવી રહી હતી. પણ હવે, તેના પતિને બીજી મહિલાની સાથે રીલમાં જોયા બાદ ખરી હકીકત સામે આવતાં આ મહિલા એ તેના પતિ અને સાસરિયાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. માહિતી મુજબ, હરદોઈના સંદિલા કોતવાલી વિસ્તારના મુરાર નગર ગામમાંથી એક પતિ-પત્નીની રીલ વાયરલ થઇ હતી.
પીડિત પત્ની શીલુએ જણાવ્યું હતું કે, તેના લગ્ન ૨૦૧૭માં આટામાઉ ગામના રહેવાસી જીતેન્દ્ર ઉર્ફે બબલુ સાથે થયા હતા. જ્યાં ૨૦૧૮માં, પતિ જીતેન્દ્ર અચાનક એક માસૂમ પુત્રને છોડીને ગાયબ થઈ ગયો, જેની ગુમ થવાની ફરિયાદ તેના પિતા હવાલદારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. શીલુએ વધુમાં કહ્યું કે, તેના સસરાએ નોંધાવેલી ફરીયાદમાં પોતાના પર(શીલુ) અને પોતાના સંબંધીઓ પર પતિ જીતેન્દ્રની હત્યા કરવાનો અને મૃતદેહ ગાયબ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp