કોણ છે સાનિયા ચંડોક, જેની સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન સાથે થઈ સગાઈ; જાણો તેની ખાસ વાતો
ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના પુત્ર અર્જૂન તેંદુલકરની સગાઈ 13 ઑગસ્ટ 2025ના રોજ બુધવારના રોજ થઈ હતી. અર્જુને પોતાના બાળપણની મિત્ર સાનિયા ચંડોકને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી છે. બંને વચ્ચેની સગાઈ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં થઈ હતી જ્યાં બંને પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જોકે, બંને પરિવારોમાંથી કોઈએ પણ સત્તાવાર રીતે સગાઈની પુષ્ટિ કરી નથી. પોતાની ક્રિકેટ કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા અર્જુને 25 વર્ષની વયે સગાઈ કરી છે. પિતા સચિનની જેમ, તે પણ જલદી જ લગ્ન કરવા જઈ રહ્યો છે. સચિને 24 મે 1994ના રોજ અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે સચિન તેંદુલકર 22 વર્ષના હતા. એવામાં, હવે દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે સચિન તેંદુલકરની ભાવિ પુત્રવધૂ અને અર્જૂન તેંદુલકરની દુલ્હન કોણ છે?
અર્જૂન તેંદુલકરની મંગેતર મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. ઘાઈ પરિવારનો મુંબઈમાં હોસ્પિટાલિટી અને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં દબદબો છે. આ પરિવાર ખાસ કરીને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને લોકપ્રિય આઈસ્ક્રીમ પાર્લર બ્રૂકલિન ક્રીમરી માટે જાણીતો છે. સાનિયા ચાંડોક અર્જૂન તેંદુલકરની બાળપણની મિત્ર છે. તેણે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે લંડન જતી રહી હતી.
સાનિયા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક થઈ છે. તે વર્ષ 2020માં સ્નાતક થઈ અને ભારત પરત ફરી. સ્નાતક થયા બાદ ભારત પરત આવેલી સાનિયાએ ભારતમાં વધતા પાળતું પ્રાણીઓના ઉદ્યોગમાં તક જોઈ અને એવામાં તેણે મિસ્ટર પૉઝની સ્થાપના કરી. પાળતું પ્રાણીનું મુંબઈ સ્થિત એક પ્રીમિયમ પાલતુ સલૂન, સ્પા અને સ્ટોર છે.
સાનિયા પોતે શ્વાન પ્રેમી છે. મિસ્ટર પૉઝ વેબસાઇટ અનુસાર, તેની પાસે 3 પાળતું શ્વાન છે. મુંબઈમાં તેને તેમના માટે ઉચ્ચ ગુણવત્તાની સંભાળ સેવાઓની જરૂરિયાતનો અહેસાસ થયો. એટલે તેણે તેના ઉદ્યોગસાહસિક અભિગમને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ સાથે જોડીને મિસ્ટર પૉઝની શરૂઆત કરી.
અર્જૂનની મંગેતર સાનિયા ચંડોક સારાની પણ સારી મિત્ર છે. બંને ઘણી વખત સાથે જોવા મળી છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ સારી છે. બંને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરીને સાથે જોવા મળી ચૂકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp