Pakistani Cricketer Arrested: કોણ છે 24 વર્ષીય ઇન્ટરનેશનલ પાકિસ્તાની ખેલાડી? જેની બ્રિટનમાં રે*

Pakistani Cricketer Arrested: કોણ છે 24 વર્ષીય ઇન્ટરનેશનલ પાકિસ્તાની ખેલાડી? જેની બ્રિટનમાં રે*પ કેસમાં થઈ ધરપકડ

08/08/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Pakistani Cricketer Arrested: કોણ છે 24 વર્ષીય ઇન્ટરનેશનલ પાકિસ્તાની ખેલાડી? જેની બ્રિટનમાં રે*

Haider Ali Arrested: પાકિસ્તાની ક્રિકેટર માત્ર પોતાના દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ સતત વિવાદોમાં ફસાતા રહે છે અને પોતાના દેશની બદનામી કરતા રહે છે. ફરી એકવાર આવો જ મામલો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની બેટ્સમેન હૈદર અલીની ઈંગ્લેન્ડમાં પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ કાર્યવાહી કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાના ખેલાડીને સસ્પેન્ડ કરી દીધો છે.


ઈંગ્લેન્ડમાં પોલીસે ધરપકડ કરી

ઈંગ્લેન્ડમાં પોલીસે ધરપકડ કરી

ઇંગ્લેન્ડ મીડિયા રિપોર્ટ અનુસાર, 24 વર્ષીય બેટ્સમેન હૈદર અલી થોડા દિવસો અગાઉ પાકિસ્તાન શાહીન ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતો, જ્યાં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે તેની મેચ ચાલી રહી હતી. બંને ટીમો વચ્ચે કેન્ટ કાઉન્ટીના બેકનહામ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે હૈદર અલીને ત્યાંથી ઉઠાવી લીધો અને તેની ધરપકડ કરી. આ એ જ મેદાન છે જ્યાં ભારતીય ટીમના ખેલાડી ટેસ્ટ શ્રેણી દરમિયાન પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે 24 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે આ ઘટના 23 જુલાઈ 2025ના રોજ માન્ચેસ્ટરના પરિસરમાં બની હતી. તે વ્યક્તિ હાલમાં જામીન પર છે અને આગળની કાર્યવાહી માટે તપાસ કરવામાં આવશે.' તપાસના આ તબક્કે શંકાને કારણે ઇંગ્લેન્ડની પોલીસે ક્રિકેટરનું નામ જાહેર કર્યું નથી. ટેલિકોમ એશિયા સ્પોર્ટ્સ અનુસાર, 'હૈદરને બેકનહામ ગ્રાઉન્ડ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં શાહીન MCSAC સામે રમી રહ્યો હતો.' એક સૂત્રએ જણાવ્યું હતું કે આ પાકિસ્તાની મૂળની છોકરી પર રે*પ કેસ છે. જાણવા મળ્યું છે કે હૈદરને જામીન પર મુક્ત કરતા પહેલા તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલો સામે આવતા જ આ ખેલાડી અને પાકિસ્તાની ક્રિકેટરની ખૂબ ટીકા થવા લાગી. તો, આ મામલે સતત શરમજનક સ્થિતિ બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હૈદર અલીને સસ્પેન્ડ કરી દીધો છે. PCBએ 7 ઓગસ્ટ, ગુરુવારે સાંજે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં તેણે કહ્યું કે તે આ બાબતથી વાકેફ છે અને કહ્યું કે તેમણે ખેલાડીને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે.


PCBએ હૈદર અલીને સસ્પેન્ડ કર્યો

PCBએ હૈદર અલીને સસ્પેન્ડ કર્યો

PCBએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમને માહિતી મળી છે કે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ ક્રિકેટર હૈદર અલી સામે ફોજદારી તપાસ કરી રહી છે. આ તપાસ પાકિસ્તાન શાહીનના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બનેલી ઘટના સાથે જોડાયેલી છે. તેના તમામ ખેલાડીઓના કલ્યાણ અને કાયદાકીય અધિકારોને ધ્યાનમાં રાખતા PCBએ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હૈદર અલીને કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવી છે.’

PCBએ કહ્યું કે તે યુનાઇટેડ કિંગડમના કાયદા અને તેની તપાસ પ્રક્રિયાનું સન્માન કરે છે. હૈદર અલીના સસ્પેન્શનની જાહેરાત કરતા બોર્ડે કહ્યું, PCBએ હૈદર અલીને તાત્કાલિક અસરથી અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે. એકવાર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને પરિસ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ થઈ જાય, પછી PCB તેની આચારસંહિતા હેઠળ કોઈપણ કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખે છે.

હૈદર અલી પાકિસ્તાન માટે 35 T20 અને 2 વન-ડે મેચ રમ્યો છે. તેમાં તેણે 547 રન બનાવ્યા છે. જોકે, તે છેલ્લા 2 વર્ષથી પાકિસ્તાન ક્રિકેટ ટીમમાંથી બહાર છે. તેણે ઓક્ટોબર 2023માં એશિયન ગેમ્સમાં અંતિમ મેચ રમી હતી. ત્યારથી તેની ટીમમાં વાપસી થઈ નથી. હવે આ મામલો સામે આવ્યા પબાદ, તેની વાપસી લગભગ અશક્ય લાગી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top