વિરાટ કોહલીની બાયોપિકમાં કિગનો રોલ કરવા માગે છે આ અભિનેતા, બોલ્યો- ‘તેની ઓપનિંગ જ 200-300 કરોડ થશે’
બોલિવુડમાં હવે બાયોપિક બનાવી સામાન્ય બની ગઈ છે. ઘણા ખેલાડીઓના જીવન પર ફિલ્મો બની છે અને હિટ પણ રહી છે. મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને મિલ્ખા સિંહ અને મેરી કોમ સુધી, બધાના જીવનને પડદા પર દર્શાવવામાં આવ્યા છે. ઘણા ચાહકો ઇચ્છે છે કે વર્તમાન મહાન બેટ્સમેન અને ક્રિકેટના રાજા વિરાટ કોહલી પર બાયોપિક બને. જોકે, અત્યાર સુધી આ બાબતે કોઈ વાત થઈ નથી, પરંતુ એક અભિનેતા છે જે વિરાટ કોહલીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવવા માગે છે.
આ અભિનેતા ગુરમીત ચૌધરી છે જે CL10માં એક ટીમનો માલિક છે. ‘રામાયણ’, ‘ગીત હુઈ સબસે પરાયી’ જેવી સિરિયલોથી પ્રખ્યાત થયેલ ગુરમીત વિરાટ કોહલીનું પાત્ર ભજવવા માગે છે. તેનું માનવું છે કે જો કોહલીના જીવન પર બાયોપિક બનાવવામાં આવે તો તેની ઓપનિંગ જોરદાર થશે.
ગુરમીતે સાથે જ કહ્યું કે, વિરાટ કોહલીમાં પણ પોતાની ભૂમિકા ભજવવાની ક્ષમતા છે. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો ક્યારેય બાયોપિક બને અને મને તક મળે, તો હું ચોક્કસપણે આ ભૂમિકા ભજવવા માગુ છું. પરંતુ મને લાગે છે કે વિરાટ કોહલી પોતે આ કામ વધુ સારી રીતે કરી શકે છે કારણ કે તે શાનદાર અભિનેતા છે અને ખૂબ જ સારો દેખાય છે. તેની પાસે મોટી ફેન ફોલોઇંગ છે. આ ફિલ્મની ઓપનિંગ 200-300 કરોડની થવાની છે.’
વિરાટ કોહલી હાલમાં માત્ર વન-ડે ફોર્મેટ રમે છે. તેણે T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી છે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ-2024નો ખિતાબ જીત્યા બાદ તેણે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્ષે મે મહિનામાં, તેમણે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વન-ડે શ્રેણી તેની છેલ્લી શ્રેણી સાબિત થશે. જોકે, કોહલીએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp