અનંત ચૌદશના દિવસે કેમ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ? જાણો તેનું કારણ

અનંત ચૌદશના દિવસે કેમ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ? જાણો તેનું કારણ

09/03/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

અનંત ચૌદશના દિવસે કેમ સમાપ્ત થાય છે ગણેશ ઉત્સવ? જાણો તેનું કારણ

દેશભરના ભક્તોએ 27 ઓગસ્ટના રોજ બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી પોતાના ઘરોમાં સ્વાગત કર્યું હતું અને હવે તેમની વિદાઈનો સમય નજીક આવી રહ્યો છે. આ 10 દિવસના ઉત્સવ દરમિયાન, લોકો ગણેશ સ્થાપના કરે છે અને તેમની વિધિવત પૂજા કરે છે. 10 દિવસના ગણેશોત્સવ દરમિયાન પંડાલો અને ઘરોમાં બાપ્પાની વિધિવત પૂજા કરવામાં આવે છે, તેમના પ્રિય ભોગ ચઢાવવામાં આવે છે અને પછી અનંત ચૌદશના દિવસે વિધિપૂર્વક તેમનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે ગણેશ ઉત્સવ અનંત ચૌદશના દિવસે સમાપ્ત થાય છે?


ગણેશ ઉત્સવ અનંત ચૌદશે જ કેમ સમાપ્ત થાય છે?

ગણેશ ઉત્સવ અનંત ચૌદશે જ કેમ સમાપ્ત થાય છે?

આ વર્ષે અનંત ચૌદશ 6 સપ્ટેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે અને ગણેશ ઉત્સવ આ દિવસે સમાપ્ત થશે. ગણેશ ઉત્સવમાં, ભક્તો 1.5, 3, 5, 7 અને 10 દિવસ માટે બાપ્પાને ઘરે લાવે છે. 10મા દિવસે ગણપતિનું વિસર્જન અનંત ચૌદશના દિવસે જ થાય છે. ગણેશ ઉત્સવ અનંત ચૌદશના દિવસે કેમ સમાપ્ત થાય છે તેની પાછળ એક પૌરાણિક કથા છે. અનંત ચૌદશ સાથે જોડાયેલી દંતકથા અનુસાર, ગણેશજીએ સતત 10 દિવસ સુધી મહાભારત લખ્યું હતું, જેના કારણે તેમના શરીરનું તાપમાન ઘણું વધી ગયું.

ગણેશજીના શરીરના વધતા તાપમાનને ઘટાડવા માટે મહર્ષિ વેદ વ્યાસે તેમને પાણીમાં ડૂબકી લગાવવાનું કહ્યું. અને જે દિવસે આમ થયું તે દિવસ અનંત ચૌદશનો દિવસ હતો. એટલે જ અનંત ચૌદશના આ શુભ અવસર પર ગણેશજીને ઠંડક આપવા માટે પરંપરા મુજબ વિસર્જન કરવામાં આવે છે.

ત્યારથી 10 દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને પછી 11મા દિવસે એટલે કે અનંત ચૌદશના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે ગણેશ ઉત્સવ સમાપ્ત થાય છે. ત્યારબાદ, પિતૃ પક્ષ શરૂ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top