શું છે હૈદરાબાદ ગેઝેટ? જેને લાગૂ કરવામાં તૈયાર થઈ મહારાષ્ટ્ર સરકાર, કેવી રીતે જરાંગે પાટિલના આં

શું છે હૈદરાબાદ ગેઝેટ? જેને લાગૂ કરવામાં તૈયાર થઈ મહારાષ્ટ્ર સરકાર, કેવી રીતે જરાંગે પાટિલના આંદોલનની જીતનો આધાર બન્યું?

09/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

શું છે હૈદરાબાદ ગેઝેટ? જેને લાગૂ કરવામાં તૈયાર થઈ મહારાષ્ટ્ર સરકાર, કેવી રીતે જરાંગે પાટિલના આં

મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠા અનામતને લઈને મોટો વળાંક આવ્યો છે. મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે મંગળવારે તેમની માગણીઓ સ્વીકાર્યા બાદ પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી રાજ્ય સરકારે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, અમારી સરકારે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવા માટે એક GR બહાર પાડ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અમે બધા લોકોએ તેને સકારાત્મક રીતે લીધો છે. અમારી સરકારે સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ નિર્ણય લીધો છે.


હૈદરાબાદ ગેઝેટ શું છે?

હૈદરાબાદ ગેઝેટ શું છે?

હૈદરાબાદ ગેઝેટ 1918માં હૈદરાબાદની તત્કાલીન નિઝામ સરકારે જાહેર કરેલા આદેશનો ઉલ્લેખ કરે છે. તે સમયે હૈદરાબાદ રાજ્યમાં મરાઠા સમુદાય બહુમતીમાં હતો, પરંતુ ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે સત્તા અને રોજગારના હોદ્દાઓ પર તેમની અવગણના કરવામાં આવી રહી હતી.

આ સમસ્યાને ઉકેલવા માટે નિઝામ સરકારે મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાનો આદેશ જાહેર કર્યો, જેને ‘હિન્દુ મરાઠા’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઔપચારિક રીતે સત્તાવાર ગેઝેટમાં નોંધાયું હતું, જે પાછળથી હૈદરાબાદ ગેઝેટ તરીકે ઓળખાયું.

હૈદરાબાદ ગેઝેટમાં મધ્ય મહારાષ્ટ્રના હાલના મરાઠાવાડા ક્ષેત્રના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો. આ ગેઝેટમાં અગાઉના હૈદરાબાદ રાજ્યના કેટલાક મરાઠા સમુદાય જૂથો સહિત કેટલાક સમુદાયોને કુણબી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેને મહારાષ્ટ્રમાં OBC શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું છે.


મરાઠા અનામત આંદોલનમાં જીતનો આધાર

મરાઠા અનામત આંદોલનમાં જીતનો આધાર

આજે પણ આ ગેઝેટને મરાઠા સમુદાય માટે અનામત માટેના ચાલી રહેલા સંઘર્ષમાં ઐતિહાસિક પુરાવા તરીકે અધિકૃત કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની વર્તમાન માગણીઓ દરમિયાન, આ દસ્તાવેજને વારંવાર ઐતિહાસિક પુરાવા તરીકે ઉલ્લેખનીત કરવામાં વ્ય છે. તેને એ વાતના પુરાવા માનવામાં આવે છે કે મરાઠા સમુદાયને લાંબા સમયથી સત્તાવાર રેકોર્ડમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવે છે.

મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદ ગેઝેટ પર એક આદેશ (GR) જાહેર કર્યો અને ભૂતકાળમાં પોતાને કુણબી તરીકે ઓળખાવતા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં સક્ષમ મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્રો જાહેર કરવામાં મદદ કરવા માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી. ત્યારબાદ  કાર્યકર્તા મનોજ જરાંગેએ મરાઠા અનામતની માગ પર જીત જાહેર કરીને મુંબઈમાં પોતાની પાંચ દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.

સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ દ્વારા સરકારી આદેશ (GR) જાહેર કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રીઓના પ્રતિનિધિમંડળ અને મનોજ જરાંગે વચ્ચેની વાટાઘાટોમાં સફળતાની પૃષ્ઠભૂમિમાં આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. મનોજ જરાંગે મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા સમુદાય માટે OBC શ્રેણી હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણી સાથે ભૂખ હડતાળ પર હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top