ખેલ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર! ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનું નિધન, ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી

ખેલ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર! ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનું નિધન, ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી

08/16/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ખેલ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર! ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનનું નિધન, ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી

ખેલ પ્રેમીઓ માટે ઓસ્ટ્રેલિયાથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 16 ઑગસ્ટ (શનિવાર)ના રોજ સિડનીમાં નિધન થઈ ગયું તેમની ઉંમર 89 વર્ષ હતી. ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે ત્રણેય ભૂમિકાઓમાં સિમ્પસનનું યોગદાન શાનદાર રહ્યું. તેમની ગણતરી એવા ક્રિકેટરોમાં થતી હતી જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી અને તેને વર્લ્ડ ક્લાસ ટીમ બનાવી.


કેવી રહી ક્રિકેટ કારકિર્દી

કેવી રહી ક્રિકેટ કારકિર્દી

બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ મેચોમાં 46.81ની સરેરાશથી 4869 રન બનાવ્યા હતા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. સિમ્પસને વર્ષ 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ રમી હતી. આ એશેઝ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંથી એક માનવામાં આવે છે. સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 2 વન-ડે પણ રમી હતી, જેમાં તેમણે 36 રન બનાવ્યા હતા. તેઓ એક શાનદાર સ્લિપ ફિલ્ડર અને ઉપયોગી લેગ સ્પિનર પણ હતા. સિમ્પસને ટેસ્ટમાં 71 વિકેટ અને વન-ડેમાં 2 વિકેટ લીધી હતી.

બોબ સિમ્પસન વર્ષ 1968માં ક્રિકેટમાથી નિવૃત્તિ  લઈ લીધી હતી, પરંતુ કેરી પેકર વર્લ્ડ સીરિઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમને સંભાળવા માટે મેદાનમાં પાછા ફર્યા અને ટીમનું નેતૃત્વ પણ કર્યું. સિમ્પસને ડિસેમ્બર 1957માં જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા માટે પોતાની ડેબ્યું ટેસ્ટ મેચ રમી હતી. તેમણે એપ્રિલ 1978માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ પણ હતી.


સિમ્પસને કેપ્ટન્સી અને કોચિંગમાં કરી કમાલ

સિમ્પસને કેપ્ટન્સી અને કોચિંગમાં કરી કમાલ

બોબ સિમ્પસને 39 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી કરી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમે 12 ટેસ્ટ મેચ જીતી અને એટલી જ મેચા હાર મળી. સિમ્પસનની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 15 ટેસ્ટ મેચ ડ્રો પણ કરાવી. સિમ્પસનની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વન-ડે મેચ રમી, જેમાં એક મેચમાં જીત અને એક મેચમાં હાર મળી.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ બોબ સિમ્પસને કોચિંગને પોતાની કારકિર્દી બનાવી. 1986માં ઓસ્ટ્રેલિયન ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ, બોબ સિમ્પસને યુવા ટીમમાં નવો જીવ ફૂંક્યો. કેપ્ટન એલન બોર્ડર અને કોચ સિમ્પસનની જોડીએ કમાલ કરી અને 1987માં ઓસ્ટ્રેલિયન ટીમે વન-ડે વર્લ્ડ કપ જીત્યો. ત્યારબાદ 1989માં, તેણે ઈંગ્લેન્ડ સામે એશેઝ શ્રેણી જીતી, અને 1995માં તેમણે તેમની ધરતી પર વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી જીતી. તેમના કોચિંગ હેઠળ જ સ્ટીવ વો, શેન વોર્ન અને ગ્લેન મેકગ્રા જેવા ક્રિકેટરો ઉભરી આવ્યા.

બોબ સિમ્પસનને વર્ષ 1965માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ICC હૉલ ઓફ ફેમ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટના હૉલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. સિમ્પસનને હંમેશ એ ક્રિકેટર અને કોચના રૂપમાં યાદ રાખવામા આવશે, જેમણે ટીમને વિખેરાતા બચાવી અને જીતના માર્ગે અગ્રેસર કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top