વધુ એક દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટને કહી દીધું અલવિદા, ધોની પર કહી દીધી ખૂબ મોટી વાત

વધુ એક દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટને કહી દીધું અલવિદા, ધોની પર કહી દીધી ખૂબ મોટી વાત

08/25/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

વધુ એક દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટને કહી દીધું અલવિદા, ધોની પર કહી દીધી ખૂબ મોટી વાત

ચેતેશ્વર પૂજારાએ 24 ઑગસ્ટ 2025ના રોજ પોતાની ક્રિકેટ કારકિર્દી પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. ભારતીય ક્રિકેટમાં તેમને એક દિગ્ગજ ટેસ્ટ ક્રિકેટ ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે. હવે તેમણે નિવૃત્તિ અંગે પોતાનું મૌન તોડ્યું છે. સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા તેમણે કહ્યું કે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણ જેવા દિગ્ગજો સાથે રમવું તેમના માટે સન્માનની વાત છે.


પૂજારાએ ધોનીને લઈને શું કહ્યું?

પૂજારાએ ધોનીને લઈને શું કહ્યું?

PTI સાથે વાત કરતા ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, ‘જ્યારે મેં 2010માં માહી ભાઈની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તે મારા માટે સપનું સાકાર થવા જેવું હતું કારણ કે તે સમયે ટીમમાં ઘણા મહાન ખેલાડીઓ હતા. રાહુલ દ્રવિડ, સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી, ગૌતમ ગંભીર, વીવીએસ લક્ષ્મણ અને અન્ય ઘણા દિગ્ગજો પણ તે ટીમમાં હતા. હું હરભજન સિંહ, ઝહીર ખાન જેવા દિગ્ગજોને જોતા મોટો થયો હતો, એટલે તે મારા ક્રિકેટ કારકિર્દીની સૌથી ગર્વની ક્ષણોમાંથી એક હતી.’ ચેતેશ્વર પૂજારાએ 2010માં બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે મેચની પહેલી ઇનિંગમાં પૂજારા નંબર-5 પર બેટિંગ કરવા આવ્યો હતો, જ્યાં તે માત્ર 5 રન બનાવી શક્યો હતો. બીજી ઇનિંગમાં તેને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી, આ વખતે તેણે 72 રનની ઇનિંગ રમી અને ભારતની 7 વિકેટથી જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.

પૂજારાએ રોહિત શર્મા અને વિરાટ કોહલી (ROKO) સાથે વિતાવેલા ક્ષણોને પણ યાદ કરી. ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, ‘મેં આ બાબતે વધુ વિચાર્યું ન હતું, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તેના પર વિચારી રહ્યો હતો. મને લાગ્યું કે આ યોગ્ય સમય છે. આજે જ્યારે મેં આ નિર્ણય લીધો, ત્યારે તે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી. હું ટીમના સાથીઓ, કોચ, સપોર્ટ સ્ટાફના સભ્યોનો આભાર માનવા માંગુ છું. ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું એ ગર્વની ક્ષણ હતી. જ્યારે હું નાનો હતો, ત્યારે મેં ભારતીય ટીમ માટે રમવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર થયું અને મેં આટલા વર્ષો સુધી આ જર્સી પહેરી હતી.'


આ મારો અંગત નિર્ણય છે: પૂજારા

આ મારો અંગત નિર્ણય છે: પૂજારા

પૂજારા કહે છે, ‘અમે સાથે રમેલી ક્રિકેટ ખૂબ જ યાદગાર છે. આ સમય દરમિયાન ટીમનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું. જે યુવા ખેલાડીઓ આવી રહ્યા છે તે પ્રદર્શન કરી રહ્યા છે. આશા છે કે ભવિષ્યમાં પણ યુવા ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં પ્રેશર હેન્ડલ કરી શકશે. IPLના કારણે, ઘણા ખેલાડીઓ સફેદ બોલના ક્રિકેટમાં આવી રહ્યા છે, તેઓ ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. એટલે ભવિષ્ય પણ સારા હાથમાં છે. આશા છે કે ભારતીય ટીમનું પ્રદર્શન આવું જ રહેશે. અશ્વિન, વિરાટ, રોહિત, અજિંક્ય, શમી, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓ સાથે રમવાની તક મળી. અમે ન માત્ર સારું રમ્યા, પરંતુ ઘણી યાદગાર ક્ષણોના સાક્ષી પણ બન્યા.

પુજારાએ આખરે કહ્યું કે, ‘આ મારો અંગત નિર્ણય છે. મેં નક્કી કર્યું છે કે યુવા ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટમાં તક મળવી જોઈએ. પહેલા મેં વિચાર્યું હતું કે હું આ રણજી સિઝનમાં રમીશ. પરંતુ મને લાગ્યું કે જો યુવા ખેલાડીઓને તક મળે તો તેઓ દેશ માટે રમવા માટે તૈયાર થઈ શકે છે. આ એક વ્યક્તિગત નિર્ણય હતો. હું છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ટીમની બહાર છું, હું તેની બાબતે વાત કરવા માંગતો નથી. અમે ઘણી મેચો અને શ્રેણીઓ રમી છે, આ બાબતોમાં ભારતીય ટીમનું પ્રદર્શન મારા માટે ખૂબ મહત્ત્વનું છે. મને નિવૃત્તિ લેવાનો અફસોસ નથી. આ મારા માટે ગર્વની ક્ષણ છે. મને ઘણા વર્ષો સુધી ભારત માટે ક્રિકેટ રમવાની તક મળી. હું 2009 અને 2011માં ઇજાગ્રસ્ત થયો હતો, હું તેમાંથી સ્વસ્થ થયો અને ક્રિકેટ રમ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top