BREKING: વિસાવદરમાં ગોપાલનો રાજતિલક, 21મો રાઉન્ડ પૂરો; જાણો કેટલા મતે જીત્યા AAPના નેતા

BREKING: વિસાવદરમાં ગોપાલનો રાજતિલક, 21મો રાઉન્ડ પૂરો; જાણો કેટલા મતે જીત્યા AAPના નેતા

06/23/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

BREKING: વિસાવદરમાં ગોપાલનો રાજતિલક, 21મો રાઉન્ડ પૂરો; જાણો કેટલા મતે જીત્યા AAPના નેતા

Gopal Italia: તાજેતરમાં જ ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી થઈ હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટાયેલા નેતા ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું જ્યારે કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતા આ બંને બેઠક ખાલી પડી હતી, આ બંને બેઠક પર પેટા ચૂંટણી માટે તાજેતરમાં જ મતદાન થયું હતું હતું, જેનું પરિણામ આજે આવી ગયું છે. જેમાં વિસાવદર સીટ ફરી એક વખત આમ આદમી પાર્ટી (AAP)ના ફાળે જતી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયાનો વિસવાદરમાં રાજતિલક થઈ ગયો છે.


વિસાવદર અને કડી વિધાનસભા સીટ પર કોણ જીત્યું?

વિસાવદર અને કડી વિધાનસભા સીટ પર કોણ જીત્યું?

વિસાવદર અને કડી બેઠકના પરિણામોની વાત કરીએ તો કડી બેઠક ભાજપના ફાળે ગઈછે, તો વિસાવદરમાં ભાજપને ફરી નિરાશા છાપડી છે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય જીત મળી છે, જ્યારે વિસાવદર સીટ પર AAPના નેતાનો રાજતિલક થયો છે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદર સીટ પર 17581 મતથી જીત મેળવી લીધી છે


AAPના કાર્યકર્તાઓએ જય ગોપાલના નારા લગાવ્યા:

AAPના કાર્યકર્તાઓએ જય ગોપાલના નારા લગાવ્યા:

મનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયા જીત મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમણે જય ગોપાલ જય ગોપાલના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ AAP કાર્યકરો સાથે જીતની ઉજવણી કરી હતી. તો જામજોધપુરમાં AAP ધારાસભ્ય હેમંત ખવાએ ફટાકડા ફોડી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતની ઉજવણી કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top