Air India: એર ઇન્ડિયાનું મોટું પગલું, 1 ઑગસ્ટથી અમદાવાદ-ગેટવિક ફ્લાઇટ નહીં ઉડે, ફરી ક્યારે શરૂ થશે?
Air India To 'Partially Restore' International Flights Effective August 1: 12 જૂનનો દિવસ ગુજરાત સહિત દેશને હંમેશાં યાદ રહેશે. અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટે હજી ઉડાણ જ ભરી હતી અને થોડી જ સેકંડમાં વિમાન ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને પાયલટો સહિત 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ શખ્સ બચી શક્યો હતો, બાકી તમામ લોકો દુર્ઘટનાનો શિકાર થઈ ગયા, તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ પણ જીવ ગુમાવ્યો. આ આ દુર્ઘટમાં ફ્લાઈટમાં સવાર 241 અને જમીન પરના 19 લોકો સહિત 260 લોકોના મોત થયા હતા. ત્યારબાદ હાલમાં જ AAIBનો એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં ફ્યૂલ કટઓફ થવાની વાત અને કોકપીટમાં 2 પાયલટો વચ્ચે થયેલી વાતચીતનું રિકોર્ડિંગ સામે આવ્યું હતું. હવે અમદાવાદ-લંડનની ફલાઈટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
એર ઇન્ડિયાએ 1 ઑગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી અમદાવાદ-ગેટવિક ફ્લાઇટ સ્થગિત કરી છે. તેના બદલે વિમાન લંડન હીથ્રો એરપોર્ટ માટે ઉડાણ ભરશે. એર ઇન્ડિયાએ મંગળવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ‘તે 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી અમદાવાદથી લંડનના હીથ્રો માટે 3 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવશે, જે લંડનના ગેટવિકની જગ્યા લેશે. આ સિવાય અન્ય કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થશે.
એર ઇન્ડિયા તરફથી ‘સેફ્ટી પોઝ’ હેઠળ ફ્લાઇટ્સની સમીક્ષા અને સુરક્ષાની તપાસની કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 12 જૂનના રોજ AI171 ફ્લાઇટ સાથે થયેલા દુ:ખદ અકસ્માત બાદ, એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 વિમાનની વધારાની તપાસ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલીક ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
એરલાઇન હાલમાં અમદાવાદ-લંડન ગેટવિક માટે 5 સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવે છે. આ ઉપરાંત એર ઇન્ડિયાએ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા બોઇંગ 787-8 વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા બાદ ‘સેફ્ટી પોઝ’ લેવાના નિર્ણય બાદ કાપવામાં આવેલી ફ્લાઇટ્સને આંશિક રીતે ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp