Gujarat Weather Forecaste: : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી-અતિભારે વરસાદની આગાહી, બો

Gujarat Weather Forecaste: : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી-અતિભારે વરસાદની આગાહી, બોલ્યા-10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે

07/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Weather Forecaste: : અંબાલાલ પટેલે આ વિસ્તારો માટે કરી ભારેથી-અતિભારે વરસાદની આગાહી, બો

Gujarat Weather Forecaste: મેઘરાજાએ શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ અત્યારે થોડા ઠંડા પડ્યા છે. શરૂઆતમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર-ઠેર પાણી-જ-પાણી કરી નાખ્યું હતું. સુરત સહિત કેટલાક શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગ અને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ બંનેની આગાહી સામે આવી છે.


વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો, તેમણે હવામાનની આગાહી કરતા કહ્યું કે, વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે 12 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની જરૂરિયાત છે.’

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, ‘15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે. વરસાદની ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે છે. આ દરમિયાન વરાપ આવે તો સારું. તારીખ 20 જુલાઇ બાદ વરસાદી પાણી સારું રહે છે. અત્યારે કૃષિ કાર્યો કરવા સારા નથી. વરાપ આવે ત્યારે કૃષિ કાર્યો કરવા સારા રહેશે.


હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાત પ્રભાવિત થઈ શકે છે. આ સાથે ગુજરાત પર એક સાઇક્લોનિક ટ્રફ સર્જાયું  છે. તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. મંગળવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઘટ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શનિવારે 12 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આખા ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

13 જુલાઈએ તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લામાં યલો એલર્ટ છે.

14 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

16 જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top