Films: યશરાજની આ સુંદર હિરોઈન થઈ ફિલ્મોમાંથી ગાયબ, ઈન્ડસ્ટ્રી છોડીને બની પાવરફૂલ બિઝનેસવુમન; 23 વર્ષ બાદ હવે આવી દેખાય છે
Tulip Joshi: તમને યશ રાજ બેનરની ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ તો યાદ જ હશે. આ ફિલ્મમાં ખૂબ જ રિફ્રેશિંગ ચહેરો જોવા મળ્યો હતો. આ ચહેરો ટ્યૂલિપ જોશીનો હતો. આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી ટ્યૂલિપ જોશી ઉદય ચોપરાની સામે જોવા મળી હતી. સુપરહિટ ફિલ્મથી સુપરહિટ ડેબ્યૂ કરનાર ટ્યૂલિપ જોશી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એવું માનવામાં આવતું હતું કે તે લાંબી ઇનિંગ રમશે, પરંતુ એવું ન થઇ શક્યું. ટ્યૂલિપ જોશી અચાનક ફિલ્મી પડદા પરથી ગાયબ થઈ ગઈ. પરંતુ તેણે જે લાઇન પસંદ કરી તેમાં પણ તે સફળતાના શિખર પર પહોંચી ગઈ. તમને જાણીને હેરાની થશે કે ટ્યૂલિપ હવે કરોડોનો બિઝનેસ સંભાળી રહી છે.
ટ્યૂલિપ જોશીની કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ નથી. પાયલ ખન્નાને કારણે તેને ફિલ્મોમાં એન્ટ્રી મળી હતી. પાયલ ખન્ના આદિત્ય ચોપરાની પહેલી પત્ની છે. આદિત્ય અને પાયલના લગ્ન દરમિયાન બધાની નજર ટ્યૂલિપ જોશી પર પડી અને તેને એક ફિલ્મ ઓફર થઈ. ટ્યૂલિપ જોશી માટે હિન્દી ફિલ્મમાં કામ કરવાનું સરળ નહોતું. તેને હિન્દી સારી રીતે આવડતી નહોતી. ફિલ્મમાં કામ કરતા પહેલા તેને હિન્દીનું ટ્યૂશન લેવું પડ્યું હતું.
View this post on Instagram A post shared by Tulip Joshi (@tulipkjoshi)
A post shared by Tulip Joshi (@tulipkjoshi)
ટ્યૂલિપ જોશીની પહેલી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ ખૂબ જ હિટ રહી હતી, પરંતુ ત્યારબાદ તેને કામ મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેને તેનું નામ બદલવાની સલાહ પણ આપી. ત્યારબાદ ટ્યૂલિપ જોશીએ તેનું નામ બદલીને અંજલિ રાખ્યું. પરંતુ આ બદલાવથી પણ તેને કોઈ ફાયદો ન થયો.
હિન્દી ફિલ્મોમાં સ્ટાર ન ચમક્યો, તો ટ્યૂલિપ જોશીએ તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ મેળવવાનો પ્રયાસ કર્યો. તેને કામ પણ મળ્યું. પરંતુ સફળતા પાસે આવવાનું ટાળતી રહી. ત્યારબાદ ટ્યૂલિપ જોશીએ વર્ષ 2015માં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. ફિલ્મો છોડ્યા બાદ, ટ્યૂલિપ જોશીએ કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કર્યા. જે વ્યવસાયે બિઝનેસમેન પણ હતા. તેમની સાથે મળીને, ટ્યૂલિપ જોશીએ એક કન્સલ્ટિંગ ફર્મ શરૂ કરી. આ કન્સલ્ટિંગ ફર્મ લગભગ 600 કરોડની છે. ટ્યૂલિપ જોશી તેના ડિરેક્ટર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp