ગુજરાતમાં આજે બપોર સુધી ભારે વરસાદની આગાહી! કયા વિસ્તારોને વરસાદ ધમરોળશે? કઈ જગ્યાએ અપાયું છે ય

ગુજરાતમાં આજે બપોર સુધી ભારે વરસાદની આગાહી! કયા વિસ્તારોને વરસાદ ધમરોળશે? કઈ જગ્યાએ અપાયું છે યલો એલર્ટ?

06/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં આજે બપોર સુધી ભારે વરસાદની આગાહી! કયા વિસ્તારોને વરસાદ ધમરોળશે? કઈ જગ્યાએ અપાયું છે ય

Weather Updates: ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયુ છે. રાજ્યના 24 તાલુકામાં બે ઇંચથી વધુ, 66 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 93 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 જિલ્લાના કુલ 221 તાલુકામાં સરેરાશ 1.5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, ભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર 12-12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 8 ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


કોના માટે યલો અને ક્યા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ?

કોના માટે યલો અને ક્યા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ?

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગનું આગામી ત્રણ કલાકને લઈ વરસાદની આગાહી કરાઇ છે. ત્રણ કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઇ હતી.

અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર અને અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, બોટાદ, વડોદરા, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઇ છે. તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, કચ્છમાં પણ હળવા વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.


બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ!

બાબરામાં કોઝવેમાં કાર ફસાઇ!

અમરેલીના બાબરામાં કોઝવેમાં  કાર ફસાઇ ગઇ હતી. નાની કુંડળ ગામે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ જતાં તાબડતોડ  3 લોકોનું પ્રશાસને રેસ્ક્યૂ કર્યું છે. આ પરિવાર કારમાં બાબરાથી રાજકોટ જતા હતા.

ગુજરાતના 221 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે, અને આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઈંચ અને સિહોરમાં 11.6 ઈંચ વરસાદે એકબાજુ ઠંડક આપી છે તો બીજીબાજુ તબાહી પણ મચાવી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top