Gujarat Heavy rain: મેઘ તાંડવથી દક્ષિણ-મધ્ય ગુજરાત તરબોળ: 5 જુલાઇ સુધી આ જિલ્લાઓમાં પડશે ભારે વ

Gujarat Heavy rain: મેઘ તાંડવથી દક્ષિણ-મધ્ય ગુજરાત તરબોળ: 5 જુલાઇ સુધી આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ; હવામાન વિભાગે આપ્યું એલર્ટ

06/25/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Heavy rain: મેઘ તાંડવથી દક્ષિણ-મધ્ય ગુજરાત તરબોળ: 5 જુલાઇ સુધી આ જિલ્લાઓમાં પડશે ભારે વ

Gujarat Weather Forecast: મેઘરાજા વરસાદી સિઝનની શરૂઆતથી જ કોપાયમાન થઈ ગયા હોય તેમ અવિરત વરસી રહ્યા છે, જેના કારણે નદીઓ બેઉ કાંઠે વહેતી થઈ છે, અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, રસ્તાઓ બંધ થઈ જવાને કારણે ઘણા ગામડાઓ, શહેરો સંપર્ક વિહોણા બન્યા છે. અત્યારે પણ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.


હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદની કરી આગાહી

તો બીજી તરફ હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મઘ્ય ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હાલમાં મધ્ય ગુજરાત, દક્ષિણ પર સૌથી વધુ વાદળો છવાયેલા છે અને ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો. આ વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં વધુ વરસાદ થઇ શકે છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ હવે વરસાદનું પ્રમાણ વઘી શકે છે.

ગુજરાતના પૂર્વ, મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ભારે  વરસાદનું અનુમાન છે. દમણ દાદરાનગર હવેલી, તાપી ભરૂચ, ડાંગ, સુરત વલસાડ, પંચમહાલ, ખેડા, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ,ભાવનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હાલ વરસાદનું જોર ઓછું છે જે આગામી 2-3 દિવસમાં વધશે. બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્રારકમાં ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠામાં પણ 30 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી છે.  આગામી 2-3 દિવસમાં અમદાવાદમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત ગાંધીનગમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદનું  અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 જુલાઇ સુધીમાં ઉત્તર ગુજરાત કચ્છમાં વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનું અનુમાન છે.

અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 24 કલાક અમદાવાદમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે.  ઉત્તર પ્રદેશમાં સર્જાયેલું લો- પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા ગુજરાત અને રાજસ્થાનમાં ભારે  વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


ક્યાં કેટલો વરસાદ પડ્યો

ક્યાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદમાં સાડા 8 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 2 ઇંચથી વધુ, 75 તાલુકામાં1 ઈંચથી વધુ, જ્યારે બાકીના તાલુકામાં1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

આજે 25 જૂન 2025ના રોજ સવારે 6:00 વાગ્યા સુધીમાં રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 24 ટકાથી વધુ નોંધાયો છે. દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, 24મીએ સાંજે 6 વાગ્યાથી લઈને 25 જૂનના સવારના 6 વાગ્યા સુધી 142 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. છોટા ઉદેપુરના પાવી-જેતપુરમાં 6.97 અને પંચમહાલના શહેરામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે વલસાડના ધરમપુર 6.69 ઇંચ, વાપીમાં 6.18 ઇંચ, સુરતના બારડોલી 5.94 ઇંચ, મહીસાગરના વિરપુરમાં 5.94 ઇંચ, દાહોદના સિંગવડમાં 5.55 ઇંચ અને અરવલ્લીના મોડાસામાં 5.47 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી પણ સર્જાઈ છે.

તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ડેમમાં 11,688 ક્યૂસેક પાણીની આવક થતાં હાલ ઉકાઈ ડેમની સપાટી 315.82 ફૂટ પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top