Video: બોલો! 10 રૂપિયા માટે દુકાનદારે મોઢા પર ફેંકી દીધું ઊકળતું પાણી; ગંભીર રીતે દાઝ્યો શખ્સ

Video: બોલો! 10 રૂપિયા માટે દુકાનદારે મોઢા પર ફેંકી દીધું ઊકળતું પાણી; ગંભીર રીતે દાઝ્યો શખ્સ

07/15/2025 National

SidhiKhabar

SidhiKhabar

Video: બોલો! 10 રૂપિયા માટે દુકાનદારે મોઢા પર ફેંકી દીધું ઊકળતું પાણી; ગંભીર રીતે દાઝ્યો શખ્સ

Jabalpur News: મધ્ય પ્રદેશના જબલપુરમાં સામાન્ય વાત પર થયેલી હિંસાનો મામલો સામે આવ્યો છે. અહીં માત્ર 10 રૂપિયાની ચા માટે એક દુકાનદારે એક યુવાન પર ગરમ પાણી નાખીને હુમલો કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને મેડિકલ કોલેજમાં દાખલ કરવવામાં આવ્યો છે. શહેરના હનુમાનતાલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મોતી નગર વિસ્તારની આ ઘટના ગલીના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.


ચાવાળાએ ઉકળતું પાણી યુવક પર ફેંક્યું

ચાવાળાએ ઉકળતું પાણી યુવક પર ફેંક્યું

મળતી માહિતી મુજબ, અયાન નામનો યુવક દુકાનમાં ચા પીવા ગયો હતો અને ચા પીધા બાદ તેણે ચા વેચનાર મુઈદ્દીન અંસારીને કહ્યું કે તે પૈસા લાવવાનું ભૂલી ગયો છે અને ઘરેથી લાવીને આપશે. આ વાત પર અંસારી ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં ગાળા-ગાળી પણ કરી, તો અયાને પણ સામી ગાળો આપી દીધી. અયાનના જણાવ્યા મુજબ, અંસારીએ આ વાત પર પર ગરમ પાણી ફેંકવાની ધમકી આપી તો અયાને કહ્યું- ફેંકીને બતાવ. ત્યારબાદ અંસારીએ પીડિતના ચહેરા પર ઉકળતું પાણી ફેંકી દીધું.


યુવાન 50 ટકા દાઝ્યો

યુવાન 50 ટકા દાઝ્યો

ઘટના બાદ ઘટનાસ્થળે અફરતફરી મચી ગઈ. સ્થાનિક લોકો ગંભીર હાલતમાં પીડિત અયાનને 108 એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, અયાન 50 ટકા દાઝી ગયો છે. આ મામલે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ-ખોળ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી દુકાનદાર યુવાન પર ઉકળતું પાણી ફેંકતો જોવા મળી રહ્યો છે. દરમિયાન, પોલીસે આરોપી દુકાનદાર મોઈનુદ્દીન વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

સામાન્ય વાત પર હિંસાનો આ પહેલો કિસ્સો નથી, પરંતુ આવા ઘણા કિસ્સાઓ દરરોજ સામે આવે છે. આ અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ઢાબા પર વધારાની પૂરી માગવાને કારણે અથવા મોમો ચટણી માગવાને કારણે લોહિયાળ ખેલ ખેલાઈ ચૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top