વાહ રે! રાજકારણ! હમ સાથ સાથ હૈ... કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા

વાહ રે! રાજકારણ! હમ સાથ સાથ હૈ... કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા

07/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

વાહ રે! રાજકારણ! હમ સાથ સાથ હૈ... કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા

વાહ રે! રાજકારણ! હમ સાથ સાથ હૈ... કોંગ્રેસ નેતાના ઘરમાં ભાજપ નેતા જૂગાર રમતા

મોજમાં કોણ પક્ષ અને કોણ વિપક્ષ? જુગારના મંચ પર 'હમ સાથ સાથ હૈ'  બાકી જે જાય છે તે જનતાનું અમારે શું? રાજકારણમાં કટ્ટર હરીફ તરીકે ગળાકાપ હરીફાઈ કરતાં બે રાષ્ટ્રીય પક્ષો સાથે બેસીને જુગાર રમતા જોવા મળે તો શું માનવું? એક તો જુગાર રમવું ગેરકાયદેસર છે, અને બીજું સત્તા પક્ષ અને વિપક્ષ બંને ભેળા મળી રમતા હોય તો શું સમજવું? નિયમો બધા જનતા માટે.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ

ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ

Patan :

ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં કટ્ટર હરીફ ગણાતા 2 મુખ્ય રાજકીય પક્ષો ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ની સાંઠગાંઠનો કિસ્સો પાટણ પંથકમાં બન્યો છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કોંગ્રેસ કોર્પોરેટર ચંદુજી ઠાકોર ના ઘરમાં સમગ્ર ખેલ ખેલાયો છે. જો કે ખરા સમયે LCB એ દરોડો પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર ચંદુજી ઠાકોરના ઘરમાં ભાજપ કોર્પોરેટરના પતિ જિતેન્દ્ર ભીલ (Jitendra Bhil) જૂગાર રમતી વખતે ઝડપાઈ ગયા છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top